spot_img
HomeLatestInternationalલંડન એરપોર્ટ પર લાગી આગ, પાર્કિંગનો એક ભાગ ધરાશાયી, અનેક લોકોને હોસ્પિટલમાં...

લંડન એરપોર્ટ પર લાગી આગ, પાર્કિંગનો એક ભાગ ધરાશાયી, અનેક લોકોને હોસ્પિટલમાં કરાયા દાખલ

spot_img

ઈંગ્લેન્ડની રાજધાની લંડનના લ્યુટન એરપોર્ટ પર આગ ફાટી નીકળી છે. આગને કારણે પાર્કિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયાના સમાચાર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે આગ લાગવાને કારણે લંડન એરપોર્ટના પાર્કિંગનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે ધુમાડાના ગોટેગોટા શ્વાસમાં લેવાથી તકલીફ થતા પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બપોર સુધી તમામ ફ્લાઈટ્સ સ્થગિત

એરપોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે આગને કારણે લ્યુટન એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ફાયર ફાઈટર અને એરલાઈન અધિકારીનો સમાવેશ થાય છે.

A fire broke out at London Airport, a part of the parking lot collapsed, many people were admitted to the hospital

છઠ્ઠા વ્યક્તિને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા અને બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં બહુમાળી પાર્કિંગ સ્ટ્રક્ચરની બહાર પાર્ક કરાયેલી પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો આગમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.

મંગળવારે રાત્રે આગ લાગી હતી

મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળ્યા બાદ ટર્મિનલ 2 માટે નવું બનેલ પાર્કિંગ માળખું આંશિક રીતે તૂટી પડ્યું હતું. એરપોર્ટે મુસાફરોને આ વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું હતું. ‘બેડફોર્ડશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ’, ‘બેડફોર્ડશાયર પોલીસ’ અને ‘ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ એમ્બ્યુલન્સ’ ઘટનાસ્થળે હાજરી આપી હતી. લ્યુટન એરપોર્ટ મધ્ય લંડનથી લગભગ 56 કિલોમીટર ઉત્તરે આવેલું છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular