spot_img
HomeGujaratGujarat News: આજે કોપર કંપનીના પ્લાન્ટ સામે સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે સુનાવણી

Gujarat News: આજે કોપર કંપનીના પ્લાન્ટ સામે સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે સુનાવણી

spot_img

રાજુલા-જાફરાબાદ વચ્ચે લોઠપુર ગામ નજીક આવી રહેલ કોપર કંપનીના કારણે પર્યાવરણ સહિત સ્થાનિકોને નુકસાન જવાની ભીતિ હોવાનું જણાવી કેટલાક સંગઠન સંસ્થાના લોકો વિરોધનો સુર વ્યક્ત કર્યો છે. જોકે, અન્ય સ્થાનિકોએ કંપનીના સમર્થનમાં રાત્રે બેઠક યોજી હતી. આ સ્થિતિમાં હવે આવતીકાલ તા. ૧૩ના રોજ લોઠપુર ગામ નજીક લોક સુનાવણી થનાર છે.

ખેડૂતો સહિત પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાના લોકો, રાજુલા કોપર હટાવો સમિતિ દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને રેલી સ્વરૂપે પોસ્ટર સાથે પ્રાંત અધિકારી સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી.

જેમાં મહુવા તાલુકાના ખેડૂત નેતા ભરતસિંહ વાળા, જયદીભાઈ ધાખડા, ભારતીય કિસાન સંઘ પ્રમુખ વિક્રમભાઈ ધાખડા, ચેતનભાઈ વ્યાસ,પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરી, પર્યાવરણ પ્રેમી મનીષભાઈ ગૌસ્વામી, જોરુભાઈ ધાખડા, યુસુબભાઈ દરબાન, ધીરુભાઈ ધાખડા,અમરુભાઇ ધાખડા, ચેતનભાઈ વ્યાસ, ચંદુભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાનમાં, જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક મોડી રાતે ખેડૂતો સ્થાનિકો કંપની વિરોધ કરનારા સામે સુર ઉઠાવી કંપનીને આવકારવા માટે બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા કારોબારી ચેરમેન કરશનભાઇ ભીલ, કાગવદર પૂર્વ સરપંચ માહિપતભાઈ વરૂ, ઉંચેયા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, તાલુકા પંચાયત સદસ્ય શિવરાજભાઈ કોટીલા, કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા, લોઠપુર સરપંચ રાણાભાઈ મકવાણા, કિસાન મોરચા નેતા કનુભાઈ વરૂ, ખેડૂત નેતા દિલુભાઈ વરૂ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆતો કરી હતી.પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા, સ્થાનિક હકારાત્મક લોકો માહિતી મેળવી શકે કોઈ બનાવ ન બને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવા માટે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular