spot_img
HomeLatestInternationalકેનેડામાં આ પ્રાંતના એક પગલાંથી ભારતીયોમાં રોષ, રસ્તા પર ઉતર્યા મોટી સંખ્યામાં...

કેનેડામાં આ પ્રાંતના એક પગલાંથી ભારતીયોમાં રોષ, રસ્તા પર ઉતર્યા મોટી સંખ્યામાં લોકો

spot_img

કેનેડામાં આવેલા પ્રિન્સ એડવર્ડ ટાપુના વહીવટીતંત્રએ એક એવો નિર્ણય લીધો છે કે જેનાથી ભારતીય સમુદાયના લોકોમાં રોષ વ્યાપી ગયો છે. આ નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ રસ્તાઓ પર ઊતરી દેખાવ કરવા લાગ્યા છે. માહિતી અનુસાર પ્રિન્સ એડવર્ડ ટાપુના વહીવટીતંત્રએ ઈમિગ્રેશન પરમિટમાં 25 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે
માહિતી અનુસાર નિયમોમાં અચાનક ફેરફાર કરી દેવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓને હવે ફરી ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે દેખાવો ઉગ્ર થવાની શક્યતા વધી ગઇ છે. આ રીતે એકાએક નિર્ણય કરવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.

કેમ લેવાયો આ નિર્ણય?
માહિતી અનુસાર કેનેડાના આ પ્રાંત દ્વારા આવો નિર્ણય કરવા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વધારે પડતાં ધસારાને માનવામાં આવી રહ્યો છે. પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડના તંત્રનું કહેવું છે કે અમારી પાસે હાલ પૂરતું વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. સમગ્ર કેનેડામાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. રહેવા કે સ્વાસ્થ્ય માટેની પણ પૂરતી વ્યવસ્થા મળી શકી રહી નથી. તેના કારણે જ અમે આ નિર્ણય લીધો છે.

કેનેડાના શ્રમ વિભાગના આંકડા શું કહે છે?
માહિતી અનુસાર ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પહેલા ચાર મહિનામાં જ કેનેડામાં કાર્યક્ષમ લોકોની વસતી વધીને 411400ને વટાવી ગઈ હતી. આ આંકડો 2023ની તુલનાએ 47 ટકાનો વધારો દર્શાવે છે. કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા નવેમ્બર 2023 સુધીમાં 579075ને આંબી ગઇ હતી. આ લોકોને પરમિટ જારી કરાઈ હતી જેમાંથી 37 ટકા ભારતીયો છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular