ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપની મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ આ મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. બંનેએ પહેલી જ ઓવરથી ન્યૂઝીલેન્ડ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ મેચની પ્રથમ 10 ઓવરમાં બંનેએ સાથે મળીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ODI ક્રિકેટમાં આવું ભાગ્યે જ જોવા મળે છે.
ઓપનિંગ બેટ્સમેનોએ રેકોર્ડ બનાવ્યા
વર્લ્ડ કપની 27મી મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ મેદાન પર આવ્યા અને બંનેએ દરેક ખૂણામાં શોટ મારવાનું શરૂ કર્યું. આ બંનેએ પાવરપ્લેમાં જ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 118 રન સુધી પહોંચાડ્યો હતો. એટલે કે કાંગારૂ ટીમ માત્ર 10 ઓવરમાં 118 રન સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન ડેવિડ વોર્નરે 65 રન અને ટ્રેવિસ હેડે 50 રન બનાવ્યા હતા.
આ દરમિયાન એક મોટો રેકોર્ડ પણ બન્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ઓપનિંગ જોડીએ ODI વર્લ્ડ કપમાં પ્રથમ 10 ઓવરમાં આટલો મોટો સ્કોર બનાવ્યો હોય. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે. આ પહેલા વર્ષ 2003માં વેસ્ટ ઈન્ડિઝે કેનેડા સામે 119 રન બનાવ્યા હતા. પરંતુ આ દરમિયાન તેણે એક વિકેટ પણ ગુમાવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે એક પણ વિકેટ ગુમાવી નથી.
ODI વર્લ્ડ કપની પ્રથમ 10 ઓવરમાં સૌથી મોટો સ્કોર બનાવનારી ટીમ
- વેસ્ટ ઈન્ડિઝ – 119/1 વિ કેનેડા (2003)
- ઓસ્ટ્રેલિયા – 118/0 વિ ન્યુઝીલેન્ડ (વર્ષ 2023)
- ન્યુઝીલેન્ડ – 116/2 વિ ઈંગ્લેન્ડ (2015)
- ભારત – 94/0 વિ ભારત (વર્ષ 2023)
- શ્રીલંકા – 94/2 વિ દક્ષિણ આફ્રિકા (વર્ષ 2023)