spot_img
HomeGujaratGujarat News: ઓછી માટી અને ઓછા પાણીમાં સફળ ખેતીની પાઠશાળા, વિદેશીથી મુલાકાતે...

Gujarat News: ઓછી માટી અને ઓછા પાણીમાં સફળ ખેતીની પાઠશાળા, વિદેશીથી મુલાકાતે આવે લોકો

spot_img

Gujarat News: સાબરકાંઠા જિલ્લાનું વદરાડ વેજીટેબલ એક્ષેલન્સ સેન્ટર આવેલું છે. આ સેન્ટર ઈઝરાયલના કોલોબ્રેશનથી ચાલે છે અને ખેડૂતો માટે નવીન પ્રકારની પદ્ધતિથી ખેતી કરવાનુ અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે તે પ્રકારે આ સેન્ટર કામ કરે છે. ત્યારે આજે પાંચ દેશના અધિકારીઓ મુલાકાતે આવી પહોચ્યા હતા. આજે 16 થી વધુ ડીફેન્સ કોલેજ ન્યુ દિલ્હીના મેજર જનરલ, બ્રિગેડિયર, એર કમાન્ડર, કોપ્ટન તથા કર્નલ રેન્કના ભારત, જાપાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

વદરાડ ખાતે આવેલુ ઈન્ડો ઈઝરાયલ સેન્ટર ગુજરાત રાજ્યનુ સૌ પ્રથમ અને સૌથી મોટુ વેજીટેબલ સેન્ટર છે. ભારતમાં 29 રક્ષિત ખેતીના સેન્ટર છે. પરંતુ મોટામાં મોટું સેન્ટર સાબરકાંઠાનાં વદરાડમાં આવેલું છે. સાબરકાંઠાના વદરાડમાં આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે. શાકભાજી, ફ્રૂટ સહિત તમામ પ્રકાર પાકની ખેતી આ વદરાડના એક્ષેલેન્સ સેન્ટરમાં થાય છે. ખાસ કરીને ખેડૂતો માટેનુ આ સેન્ટર છે અને અહીં ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે, જેને લઈને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. વદરાડ ખાતે નેટ હાઉસ, ગ્રીન હાઈસ, અને પ્લગ નર્સરી પણ છે, જેનામાં અલગ અલગ પ્રકારની ખેતી કરાય છે.

પહેલા આ સેન્ટરમાં ઈઝરાયલના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને તાલીમ અપવામાં આવતી હતી. ખેડૂતોને વિવિધ તકનીક બતાવીને તાલીમ આપવામાં આવતી હતી. દેશનાં વિવિધ રાજ્યના; ખેડૂતો અહીં તાલીમ માટે આવતા હતા અને અધિકારીઓ મુલાકાતે આવતા હતાં. તાજેતરમાં જ 16 જેટલા ડિફેન્સ કોલેજના મેજર જનરલ સહિત અન્ય 4 દેશના અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા.ડિફેન્સ કોલેજમાં વિવિધ પ્રકારની તાલીમ અપાય છે.

આ સેન્ટર બનાવીને ખેડૂતોને ફાયદો કરી આપ્યો છે, કારણ કે અહી વિવિધ પ્રકારની અદ્યતન ટેકનોલોજી અને રક્ષિત ખેતી કરાવવામાં આવે છે. આ સેન્ટર હવે સમગ્ર વિશ્વભરમાં થતી ખેતી અંગેની માહિતી આપવામાં આવે છે. સેન્ટરમાં ઓછા પાણી, ઓછી માટીમાં સારું ઉત્પાદન મેળવી શકાય તે દિશામાં કામ ગઇ રહ્યું છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular