તમે બજારમાં ઘણા પ્રકારના ચાર્જર જોયા જ હશે. મોબાઈલની ડિઝાઈન મુજબ બજારમાં 10W થી 160W સુધીના જુદા જુદા ચાર્જર ઉપલબ્ધ છે. મલ્ટિ પીન ચાર્જર પણ બજારમાં જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય સ્પાય કેમેરા સાથે ચાર્જરનો સામનો કર્યો છે? બજારમાં આવા સ્પાય કેમેરા ચાર્જર મળી રહ્યા છે. જેનાથી તમે ઘર અને ઓફિસનું આપની ગેરહાજરીમાં ધ્યાન રાખી શકો છો. માર્કેટમાં ઘણી એવી પ્રોડક્ટ્સ છે જે સ્પાય કેમેરા સાથે આવે છે. પરંતુ ચાર્જર સાથે કેમેરાનું સંયોજન અનોખું છે.
મોબાઈલ ચાર્જર એ એવી વસ્તુ છે જે દરેક ઘર કે ઓફિસના પ્લગમાં ફિટ કરેલું પડ્યું જ હોય છે. ચાર્જરનો ઉપયોગ કરવો ઘણો સરળ છે. તમે ફિલ્મો અને સિરિયલોમાં ઘણા પ્રકારના સ્પાય કેમેરા જોયા જ હશે. ઉદાહરણ તરીકે, પેનમાં કેમેરા અથવા પર્સ અને બટનમાં છુપાયેલો કેમેરા. પરંતુ એક ફોનના સામાન્ય ચાર્જરની અંદર હિડન કેમેરો હોય તેનો અંદાજો લગાવવો બહુ ઓછા લોકોને મગજમાં હોય. ચાર્જમાં છુપાયેલા કેમેરા વિશે બહુ ઓછા લોકો આનો અંદાજ પણ લગાવી શકે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તમને આવા ઘણા વિકલ્પો મળશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર આવો જ એક વિકલ્પ જોવા મળી રહ્યો છે. અહીંથી તમે આકર્ષક કિંમતે સ્પાય કેમેરા ચાર્જર ખરીદી શકો છો. જો કે આ પ્લેટફોર્મ પર ઘણા વિકલ્પો છે, પરંતુ IFITechનું ચાર્જર બેસ્ટ સેલરની શ્રેણીમાં જોવા મળી રહ્યું છે
શું છે તેની ખાસિયત
પહેલી નજરમાં ચાર્જિંગ એડેપ્ટર જેવું દેખાતું આ ચાર્જર સામાન્ય ચાર્જર જેવું જ છે. કહેતાં આ ચાર્જિંગ એડેપ્ટર અન્ય કોઈપણ ચાર્જર જેવું જ છે. તેમાં યુએસબી કેબલ પોર્ટની નજીક એક નાનું હોલ હોય છે. કંપનીએ ચાર્જની કોઈ ડિઝાનમાં ફેરફાર કર્યા વિના આ હોલમાં જ કેમેરા લગાવ્યો છે.
તમારે આમાં કોઈ સેટિંગ કરવાની પણ જરૂર નથી. યુઝર્સે ફક્ત IFITech ચાર્જરમાં માઇક્રો SD કાર્ડનો ઉપયોગ કરવો પડશે અને ઉપકરણને પાવર સોકેટમાં પ્લગ કરવું પડશે. એ પછીથી તમારું કામ થઈ જશે. યુઝર્સ SD કાર્ડમાં રેકોર્ડ થતો વીડિયો OTG કનેક્ટર દ્વારા મોબાઈલ કે પછી યુએસબી કનેક્ટર દ્વારા કમ્પ્યુટર પર જોઈ શકે છે.
કેમેરા રિઝોલ્યુશન અને કિંમત
આમાં તમને 70 ડિગ્રી વ્યૂઇંગ એંગલ સાથે 1080 p HD કેમેરા મળે છે. આ ચાર્જરમાં મહત્ત્વની વાત એ છે કે આ કેમેરા સ્માર્ટ મોશન ડિટેક્શન ફીચર સાથે આવે છે. કેમેરાની સામે કોઈ પણ જાતની હલચલ થવાની સાથે જે તેમાં ઓટોમેટિક રકોર્ડિંગ ચાલુ થઈ જાય છે. જો હિડન સ્પાય કેમેરાયુક્ત ચાર્જરને જો ઓનલાઈન સાઈડ્સ એમેઝોન પરથી ખરીદી કરો છો તો તેની કિંમત 1500 રૂપિયા છે.
ભલે થોડું મોંઘું લાગતું હોય પરંતુ ચાર્જરની સાથે સાથે આ બજેટમાં તમને બીજા ઘણા વિકલ્પો પણ મળશે. IFITech ના ચાર્જરનું રેટિંગ સારું છે. તેનો ઉપયોગ ઘર અથવા ઓફિસની દેખરેખ માટે કરી શકો છો.