મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ મધ્ય મેક્સિકોમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી.
An earthquake with a magnitude of 6.3 on the Richter Scale hit Off Coast of Central Mexico at around 02:00 am today: National Center for Seismology pic.twitter.com/gk2jTuQzQI
— ANI (@ANI) June 18, 2023
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, મધ્ય મેક્સિકોના દરિયાકાંઠે આજે સવારે લગભગ 2:00 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે.
મે મહિનામાં બે વખત ભૂકંપના આંચકા આવ્યા હતા
તમને જણાવી દઈએ કે મેક્સિકોમાં ગત મહિનામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. 25 મેના રોજ પનામા-કોલંબિયા બોર્ડર પાસે કેરેબિયન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું નથી.
6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
આ સિવાય મેક્સિકોમાં 18 મેના રોજ પણ ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કેનિલા, ગ્વાટેમાલાની મ્યુનિસિપાલિટીથી 2 કિમી દક્ષિણપૂર્વમાં હતું.