લગ્ન પ્રસંગે વાહનમાં નંબર પ્લેટમાં વર કન્યાના નામ અથવા સુશોભન કરી નંબર પ્લેટ ઢાકેલ હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. લગ્ન પ્રસંગે વાહનોમાં શણગાર કરવામાં આવે છે ત્યારે વાહનોની નંબર પ્લેટમાં પણ વર કન્યાના નામ લગાવવામાં આવે છે અથવા વાહનમાં શણગાર કરવામાં આવે છે જેનાથી નંબર પ્લેટ ઢાંકાઈ જાય છે.
ઉલ્લેખનીય છેકે, નંબર પ્લેટ પર કોઈ પણ જાતના નામ અથવા સુશોભન કરવામાં આવે અને નંબર પ્લેટ ઢાંકવામાં આવે તો તેનો સામે કાર્યવાહી કરવા અંગે નિયમ છે જેથી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને આ અંગે ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પીએસઆઈ સહિત સ્ટાફ દ્વારા એમજી રોડ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું અને રોડ સાઈડમાં લોકો વાહન પાર્ક કરી લોક લગાવી જતા રહે છે જેથી ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.