તાજેતરમાં હેરોન માર્ક-2 ડ્રોન ભારતીય વાયુસેનાનો એક ભાગ બની ગયું છે. હવે આ પછી વધુ એક ડ્રોન ભારતીય સેનામાં સામેલ થવા જઈ રહ્યું છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, હેરોન માર્ક-2 ડ્રોન બાદ હવે Hermes-900 ડ્રોનને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. આ ડ્રોનનો સમાવેશ ભારતીય સેનાને વધુ મજબૂત કરશે.
ભારતીય સેનાની દેખરેખ ક્ષમતાને વધુ પ્રોત્સાહન મળશે
આર્મી સૂત્રોએ જણાવ્યું કે હેરોન માર્ક-2 ડ્રોન અને હર્મેસ 900 સ્ટારલાઈનર ડ્રોન સામેલ કરવાની યોજના ભારતીય સેનાની દેખરેખ ક્ષમતાને વેગ આપશે. તેમજ સેના માટે તે ગેમ ચેન્જર સાબિત થશે.
હેરોન માર્ક-2 ડ્રોન ભારતીય સેનાનો એક ભાગ બની ગયું છે
તમને જણાવી દઈએ કે ભારતીય સેનાએ હાલમાં જ હેરોન માર્ક-2 ડ્રોનને સામેલ કર્યું છે, જે સ્ટ્રાઈક ક્ષમતાથી સજ્જ થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આર્મી એવિએશનમાં મહિલા અધિકારીઓની ભૂમિકા સતત વધી રહી છે.
આર્મી એવિએશનમાં બે મહિલા અધિકારીઓ પાયલટ તરીકે સેવા આપી રહી છે
તેમણે કહ્યું કે મહિલા અધિકારીઓને મે 2009માં આર્મી એવિએશનના એર ટ્રાફિક કંટ્રોલ સ્ટ્રીમમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા અધિકારીઓને આર્મી એવિએશન યુનિટમાં એન્જિનિયરિંગ ઓફિસર તરીકે તૈનાત કરવામાં આવી હતી. હાલમાં બે મહિલા અધિકારીઓ આર્મી એવિએશનમાં પાઈલટ તરીકે સેવા આપી રહી છે અને ત્રણ તાલીમ લઈ રહી છે.