ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે મોટું નિવેદન આપ્યું છે.
કેએલ રાહુલે આપ્યું મોટું નિવેદન
ભારતીય કેપ્ટન કેએલ રાહુલે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં 5 વિકેટથી મળેલી જીત બાદ કહ્યું કે આટલી ગરમીમાં ખેલાડીઓએ જે પ્રકારની રમત દેખાડી છે તે શાનદાર છે. રાહુલે મેચ બાદ કહ્યું કે અહીં કોલંબોની જેમ જ ગરમી છે અને ભેજ પણ ઘણો છે. મને લાગે છે કે ખેલાડીઓ શાનદાર રીતે રમ્યા.
ખેલાડીઓના ખૂબ વખાણ
તેણે કહ્યું કે અમે બોલથી સારી શરૂઆત કરી હતી પરંતુ વચ્ચેની ઓવરો મુશ્કેલ હતી. અમે 50 ઓવર સારી રીતે રમવા માટે પ્રતિબદ્ધ હતા, જેના માટે અમે અમારી ફિટનેસ પર ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ, જે પણ દેખાઈ આવે છે. રાહુલે કહ્યું કે 50 ઓવર સુધી વિકેટ કીપિંગ કર્યા બાદ હું મુશ્કેલ પરિસ્થિતિમાં ક્રિઝ પર આવ્યો અને મધ્યમ ક્રમના બેટ્સમેન માટે શરૂઆત કરવી મુશ્કેલ છે. પરંતુ સૂર્યકુમાર સાથેની ભાગીદારી સારી રહી હતી. અમે એકબીજા સાથે શોટ બનાવવાની વાત કરતા રહ્યા. મોહમ્મદ શમીને 5 વિકેટ લેવા બદલ ‘મેન ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે હું વાપસી કરીને ખુશ છું. તે સારું છે કે પ્રથમ મેચ અહીં ભારતમાં હતી. અમે જીતી શક્યા ન હોવાથી નિરાશ. મને લાગે છે કે કેટલાક ખેલાડીઓએ સારી બેટિંગ કરી અને કેટલાકે સારી બોલિંગ કરી.