spot_img
HomeLatestNationalએર ઈન્ડિયાની સેવા થઇ ઠપ, કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જતા 70...

એર ઈન્ડિયાની સેવા થઇ ઠપ, કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જતા 70 ફ્લાઈટ કરાઈ રદ

spot_img

નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર સતત નજર રાખી રહ્યા છે. એરલાઈન્સના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે અનેક મુસાફરો ખૂબ હેરાન પરેશાન થયા છે. તેઓએ એર લાઈન્સ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરી રહ્યાં છે.

ટાટા અને એર ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અગાઉ વિસ્તારામાં પાયલોટની અછતને કારણે વિમાની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. હવે એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ એકાએક સિક લીવ પર ઉતરી જવાથી ઘણી સમસ્યા સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે ગઈકાલ મંગળવાર રાતથી આજે બુધવાર સવાર સુધીમાં 70થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર સતત નજર રાખી રહ્યા છે. એરલાઈન્સના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે અનેક મુસાફરો ખૂબ હેરાન પરેશાન થયા છે. તેઓએ એર લાઈન્સ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરી રહ્યાં છે.

Air India service halted, 70 flights canceled as employees suddenly go on leave

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓએ ગેરવહીવટનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, એરલાઈન્સના કેબિન ક્રૂના એક જૂથે ગઈકાલે રાત્રે છેલ્લી ઘડીએ, બીમાર હોવાની જાણ કરી હતી. જેના કારણે ફ્લાઈટ મોડી પડવાની સાથેસાથે કેટલીક ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. જ્યારે અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે કેબિન ક્રૂના જૂથ સાથે વાતચીત કરી રહ્યા છીએ. એરલાઇન્સની ટીમ આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રવક્તાએ કહ્યું કે ક્રૂ મેમ્બરોની અચાનક તબિયત લથડવાના સમાચારને કારણે મુસાફરોને થયેલી અસુવિધા માટે એરલાઇન ક્ષમા માંગે છે. પ્રવક્તાએ કહ્યું કે ફ્લાઇટ કેન્સલેશનથી પ્રભાવિત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. અથવા તેમની અનુકુળ એવી અન્ય કોઈ તારીખે ફ્લાઇટ નક્કી કરવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું કે આજે એરપોર્ટ પર આવતા પહેલા મુસાફરોએ જાણકારી મેળવી લેવી જોઈએ કે તેમની ફ્લાઈટ રદ થઈ છે કે નહીં.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular