spot_img
HomeLatestNationalઅંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી, ચોમાસાની તારીખમાં થયો ફેરફાર

અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી, ચોમાસાની તારીખમાં થયો ફેરફાર

spot_img

પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી. હવે આ વાવાઝોડાએ વરસાદની પેટર્ન જ બદલી નાંખી છે. દેશમાં વહેલુ ચોમાસું આવવાનું છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે.

2 5

આ જિલ્લાઓમાં આવશે વરસાદ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.

4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular