અમેરિકાના કેલિફોર્નિયામાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 આંકવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, કેલિફોર્નિયાના પૂર્વ કિનારે દક્ષિણ-પશ્ચિમમાં 4 કિમી દૂર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.
સવારે 4.30 કલાકે ભૂકંપ આવ્યો હતો
અને ભૂકંપની ઊંડાઈ 1.5 કિમી હતી. જો કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભારતીય સમય અનુસાર આ ભૂકંપ 12 મેના રોજ સવારે 4:30 વાગ્યે આવ્યો હતો.
USGS એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ 04:49:41 (UTC+05:30) પર આવ્યો હતો અને કેલિફોર્નિયાના પ્લુમાસ કાઉન્ટીમાં પ્રેટવિલે ખાતે 5.9 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અનુક્રમે 40.204°N અને 121.110°W હતું.