દક્ષિણ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત સાથે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સવારે સુરતમાં ધીરી ધારે શરૂ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો છે. જોત-જોતાંમાં વિચારવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. સુરતનો કતારગામ વિસ્તાર, રાજન, વરાછા, અઠવાલાયક, ઉજણા, પાંડેસરા સહિતની તમામ જગ્યા ઉપર પાણી ભરાવાને લઈને મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનને કામગીરી કયા પ્રકારની છે, તેના દ્રશ્યો સામે આવ્યા છે.
વરસાદ પડતાની સાથે લોકોએ વરસાદથી બચવા રેનકોટ અને છત્રીનો સહારો લીધો હતો, પણ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકજામની સમસ્યાઓ પણ જોવા મળી હતી. સતત પડેલા દોઢ કલાકના વરસાદને લઈ તંત્રની કામગીરીમાં નિષ્ફળ ગયું છે તે સાબિત થવા પામ્યું હતું.
વરસાદને લઈ જનજીવન પર પણ અસર જોવા મળી હતી. જોકે તંત્રની બેજવાબદારીને લઈને હાલ સુરતના લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. સતત આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે સુરત કયા પ્રકારની પરિસ્થિતિમાંથી પ્રસાર થશે તે જોવાનું રહ્યું.
જોકે, આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે, પણ વરસાદનું જોર એટલી હદે છે કે પાણી ભરાતા લોકો સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્રીજો રાઉન્ડ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે ભારે રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.
વરસાદને લીધે પાણી ભરાતા રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા.