spot_img
HomeGujaratરાજકોટ અગ્નિકાંડ કેસમાં અમિત શાહની એન્ટ્રી! પદાધિકારીઓ પાસેથી મેળવશે માહિતી

રાજકોટ અગ્નિકાંડ કેસમાં અમિત શાહની એન્ટ્રી! પદાધિકારીઓ પાસેથી મેળવશે માહિતી

spot_img

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે જ્યનું જિલ્લા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. વિવિધ જિલ્લાઓમાં રાજકોટની ઘટના બાદ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડની તપાસ અંગે SIT નો રિપોર્ટ પણ સામે આવ ગયો છે, એવામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવવાના છે તેવી જાણકારી મળી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિરાસર એરપોર્ટ પર અમિત શાહ આ મામલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરશે. વાત એવી પણ છે કે પડદા પાછળના ખેલાડીનું નામ જાણીને તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે સોમનાથ જતાં પહેલા તેઓ રાજકોટમાં ટૂંકું રોકાણ કરવાની માહિતી મળી છે.

માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના હીરાસર એરપોર્ટ પર થોડીવાર માટે રોકાવાના છે. રાજકોટ અગ્નિકાંડ મામલે તેઓ એરપોર્ટ પર અધિકારી અને પદાધિકારી સાથે ચર્ચા કરશે. સાથે જ આ મામલે વિગતો મેળવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ અગ્નિકાંડમાં થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરશે. માહિતી અનુસાર, અમિત શાહ બપોરે 3 વાગે હીરાસર એરપોર્ટ પર ઉતરશે. અહીં થોડી વાર રોકાયા પછી તેઓ સોમનાથ જવા નીકળી જશે. માહિતી અનુસાર, અમિત શાહ સાથે તેમના પત્ની સોનલ શાહ પણ હશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular