ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને સીરીઝ પણ 2-3થી ગુમાવવી પડી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો હતો. આ આખી સિરીઝમાં શુભમન ગિલ કંઈ ખાસ કરી શક્યો નથી. જોકે તેણે અડધી સદી ફટકારી હતી. પરંતુ તે સિવાય તેનું બેટ આખી શ્રેણી દરમિયાન શાંત દેખાતું હતું.
ગિલના નામે જોડાયો એક અનિચ્છનીય રેકોર્ડ
શુભમન ગિલ માટે આ સિરીઝ કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. તેણે આ શ્રેણીની પાંચ મેચ દરમિયાન માત્ર 102 રન બનાવ્યા હતા. ગિલ થોડા દિવસો પહેલા જ IPLમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો, પરંતુ અચાનક તેના ફોર્મમાં ઘટાડો થયો છે. આ સિરીઝમાં રમાયેલી પાંચ મેચમાં ગિલ માત્ર એક જ વખત બે આંકડામાં રન બનાવી શક્યો હતો. તે જ સમયે, તે ચાર મેચમાં સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો હતો.
આ સાથે ગિલે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે પાંચ મેચની શ્રેણીમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટ પર આઉટ થનાર ભારતીય ખેલાડી બની ગયો છે. ગિલ સિવાય આ શરમજનક રેકોર્ડ ભારતના કેએલ રાહુલના નામે પણ છે. તેણે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં આ અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો હતો. આ યાદીમાં ટીમ ઈન્ડિયા માટે ગિલ અને રાહુલ પ્રથમ સ્થાને છે.
ટીમ ઈન્ડિયા માટે ખરાબ સંકેત
શુભમન ગિલનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત નથી. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. જ્યાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાના પ્લાનનો મુખ્ય ભાગ છે. ગિલ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમશે તે લગભગ નિશ્ચિત છે. ગિલને શક્ય તેટલી વહેલી તકે તેનું જૂનું ફોર્મ પાછું મેળવવું પડશે. નહીં તો વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન વેઠવું પડી શકે છે. આવી સ્થિતિમાં ચાહકો અને ટીમ મેનેજમેન્ટ ઈચ્છશે કે ગિલ તેના ફોર્મમાં પાછો આવે.