લંડનમાં રહેતા દીકરાનું અપહરણ કરીને આણંદના યુવકે મોટો ખેલ પાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે નડિયાદમાં રહેતા વ્યક્તિ અમદાવાદ ખાતે વેસ્ટર્ન રેલવેમા કારમીક વિભાગમાં કાર્યાલય અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેવામાં તેમના દીકરાને સ્ટુડન્ટ વિઝા પર તેમે 2020માં લંડન મોકલ્યો હતો. જ્યાં તે બરાબર સેટ જ થઈ ગયો હતો અને મોટો ખેલ પડી ગયો. એક દિવસ નડિયાદમાં રહેતા તેના પિતા રેલવેમાં નોકરીએ જવા નીકળ્યા હતા. તેઓ ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા કે તરત પત્નીનો ફોન આવ્યો કે આપણા દીકરાનું લંડનમાં અપરહરણ થઈ ગયું છે. અહીં 3 બદમાશો આવ્યા છે અને મને ધમકી આપી રહ્યા છે કે તારા દીકરાને જાનથી મારી નાખીશું…
રેલવેમાં કાર્યરત અધિકારી તરત ઘરે પહોંચ્યા
ઓફિસે હજુ જાય એ પહેલા જ સતીષભાઈને ફોન આવ્યો કે તેમના દીકરાનું તો લંડનમાં અપહરણ થઈ ગયું છે. તેઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં 3 બદમાશો જતા રહ્યા હતા પરંતુ એક ચિઠ્ઠીમાં નંબર આપીને ગયા હતા. જે નંબર પર ફોન કરતા જ તેમને એક શખસે ધમકી આપી કે તારા દીકરાને લંડનમાં મારી નાખીશું.
કોઈને જાણ પણ નહીં થાય અને તેના શ્વાસ થંભી જશે. આ દરમિયાન આ શખસે ખંડણી માગી હતી અને કહ્યું કે જો તમે રૂપિયા નહીં આપ્યા તો તમારા દીકરા સાથે અમે કઈપણ કરી શકીશું.
દીકરાએ દેવું કર્યાનો આરોપ
ફોન ઉપર જે શખસ વાત કરી રહ્યો હતો તેણે કહ્યું કે તમારા દીકરાએ મારી પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. તે હજુ સુધી એની ચૂકવણી કરી શક્યો નથી એટલે તારી પાસે જેટલા રૂપિયા છે એટલા મને આપી દે. જો તે રૂપિયા ન આપ્યા તો તારા દીકરાને જાનથી મારી નાખીશ. ત્યારપછી સતીષભાઈએ જણાવ્યું કે તમે કહો એમ કરીશું અને કહેશો ત્યાં મળવા પણ આવી જઈશું. જેથી કરીને આ 3 બદમાશોએ તેમને ફાર્મહાઉસ પર બોલાવ્યા હતા. જ્યાં એક બદમાશે વીડિયો કોલ કર્યો ત્યારે એમા તેમના દીકરાને જમીન પર પટકી દેવાયો હતો અને 4 લોકો તેને ઢોર માર મારી રહ્યા હતા. એટલું જ નહીં એકના હાથમાં લોખંડનો સળિયો પણ હતો.