ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ દરરોજ કંઈક નવું લઈને આવે છે. તાજેતરમાં મલ્ટી એકાઉન્ટ ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યું છે અને હવે ફરી એક નવું ફીચર હાજર છે. હવે WhatsAppએ તેના બીટા યુઝર્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટિકર્સ (WhatsApp AI-જનરેટેડ સ્ટિકર્સ) લોન્ચ કર્યા છે. કંપની હાલમાં આ સ્ટીકરને તમામ યુઝર્સ માટે ટ્રાયલ કરી રહી છે.
વોટ્સએપ અપડેટ્સ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo એ એક નવા આવનારા ફીચર વિશે માહિતી આપી છે. હવે વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં AI થી સ્ટિકર્સ જનરેટ કરવા માટે એક નવું ફીચર મેળવવા જઈ રહ્યા છે. વોટ્સએપનું આ આગામી ફીચર બીટા ટેસ્ટિંગ માટે બહાર પાડવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, તેને એન્ડ્રોઇડ બીટા 2.23.17.14 વર્ઝન સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેનું સ્ટેબલ વર્ઝન પણ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે.
AI સપોર્ટ પછી યુઝર્સ આ ફીચરમાં પ્રોમ્પ્ટની મદદથી સ્ટિકર્સ બનાવી શકશે. આની મદદથી યુઝર્સ પ્રોમ્પ્ટથી સ્ટીકર્સ જનરેટ કરી શકશે અને તેને અન્ય યુઝર સાથે શેર પણ કરી શકશે. આ નવું ફીચર WhatsApp પર સ્ટીકર ટેબમાં ઉમેરાશે. અહીં યુઝર્સને એક નવું ક્રિએટ બટન પણ મળશે, જેનાથી તેઓ સ્ટિકર્સ જનરેટ કરી શકશે. WABetaInfo એ WhatsAppના આગામી ફીચર વિશે માહિતી સાથે સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
આ નવા ફીચરના રીલીઝ થયા બાદ યુઝર્સને ક્રિએટ AI સ્ટિકર નામની પોપ-અપ વિન્ડો દેખાશે. આમાં, વપરાશકર્તાઓ તેમના સ્ટીકર વિશે કહીને ટેક્સ્ટની સાથે ફીલ્ડમાં પ્રોમ્પ્ટ દાખલ કરી શકે છે.
ખોટા સ્ટીકર માટે જાણ કરો
જો તમને સ્ટીકર યોગ્ય ન લાગે, તો તેઓ તે સ્ટીકરની જાણ કરી શકે છે. AI-જનરેટેડ સ્ટીકર માટે શું સુરક્ષા પગલાં લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.