ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા પરસેવાની છે. તડકામાં થોડો સમય બહાર નીકળતાં જ વ્યક્તિને પરસેવો આવવા લાગે છે. જેના કારણે દુર્ગંધ આવે છે. ત્યારે શરીરમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા લોકો પરફ્યુમ લગાવે છે પણ ક્યારેક ગમે તેટલું લોન્ગ લાસ્ટિક સ્મેલ વાળુ પરફ્યુમ ખરીદીએ તો પણ તેની સુગંધ દિવસભર રહેતી નથી.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પરફ્યુમ લગાવ્યાના થોડા કલાકો પછી તેની સુગંધ ઓછી થઈ જાય છે અને મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી તમારા પરફ્યુમની સુંગર આખો દિવસ તાજીને તાજી રહેશે.
પરફ્યુમને ભીની જગ્યાએ ન રાખો :
બાથરૂમમાં અથવા ઘરની અન્ય કોઈ ભીની જગ્યામાં પરફ્યુમ ન રાખો. ભીની જગ્યાએ હાજર ગરમી અને ભેજ બંનેના કારણે પરફ્યુમની સુગંધ નાશ પામે છે.
સ્નાન કરવાના પાણીમાં લીંબુના ટીપા :
સ્નાન કરવા જાવ ત્યારે તમારા પાણીમાં 2 -3 ટીપા લિંબુના નાખો જે તમારી સ્કિનને ક્લિન અને શરીર માંથી આવતી ગંધને દૂર કરે છે,આ પછી પરફ્યુમનો ઉપયોગ કરો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહેશે.
પરફ્યુમ લગાવ્યા પછી ઘસવું નહીં :
તમારા કાંડા પર પરફ્યુમ લગાવ્યા પછી, જો તમે તેને બીજા કાંડા પર ઘસો છો, તો પરફ્યુમની સુગંધ ઓછી થઈ જાય છે અને તે લાંબો સમય ટકતી નથી.
વધુ સારી ગુણવત્તાનું પરફ્યુમ ખરીદો :
હંમેશા સારી ક્વોલિટીનું પરફ્યુમ ખરીદો. તમે ગુણવત્તા સાથે સમાધાન કરીને કેટલાક પૈસા બચાવી શકો છો પરંતુ પરિણામો લાંબા સમય સુધી ટકી શકશે નહીં.
મોઇશ્ચરાઇઝર લગાવો :
શુષ્ક ત્વચા પર સુગંધ લાંબો સમય ટકી શકતી નથી. આવી સ્થિતિમાં બોડી પરફ્યુમ લગાવતા પહેલા મોઈશ્ચરાઈઝર લગાવવું વધુ સારું રહેશે. જો તમે ઇચ્છો તો પરફ્યુમ લગાવતા પહેલા ત્વચા પર પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો, પરફ્યુમ લગાવ્યા બાદ તેની સુગંધ લાંબા સમય સુધી રહેશે.
ગરમ ભાગો પર પરફ્યુમ લગાવો
તમારા શરીરના ગરમ ભાગો પર પરફ્યુમ લગાવવાથી, સુગંધ સરળતાથી ફેલાય છે, તેથી તમારે ગરદન, કાંડા, ઘૂંટણની પાછળ અને કાનના લોબ્સ પર પરફ્યુમ લગાવવું જોઈએ. એકવાર તમે તમારા શરીર પર પરફ્યુમ લગાવી લો પછી તમારા કપડા પર પણ અત્તર લગાવો.