spot_img
HomeLatestNationalદેશમાં ઉજવાઈ બૈસાખી, ઉત્તરાખંડમાં ભક્તોએ ગુરુદ્વારામાં કરી પૂજા-અર્ચના અને કર્યું ગંગા સ્નાન

દેશમાં ઉજવાઈ બૈસાખી, ઉત્તરાખંડમાં ભક્તોએ ગુરુદ્વારામાં કરી પૂજા-અર્ચના અને કર્યું ગંગા સ્નાન

spot_img

14 એપ્રિલ (આજે)ના રોજ દેશભરમાં બૈસાખીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. શીખ ધર્મની સાથે હિન્દુ ધર્મમાં પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. આ તહેવાર દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ખૂબ જ લોકપ્રિય છે. બૈસાખીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે. વહેલી સવારથી જ ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યાં લોકો ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે.

ગોલ્ડન ટેમ્પલ સાથે જોડાયેલી આ ખાસ વાતો તેને ઓર વધારે વિશિષ્ટ બનાવે છે.

સુવર્ણ મંદિરના તળાવમાં ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું
શીખ ધર્મના મુખ્ય તહેવાર બૈસાખી પર ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીથી લઈને પંજાબ સુધીના ભક્તો ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. વિવિધ ગુરુદ્વારાઓને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે. ત્યાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સુવર્ણ મંદિરે પહોંચીને ભક્તોએ પ્રાર્થના કરી હતી. આ સાથે તેમણે સુવર્ણ મંદિરના તળાવમાં પવિત્ર સ્નાન પણ કર્યું હતું.

આનંદપુર સાહિબ ગુરુદ્વારામાં ભક્તોની ભીડ ઉમટી
સુવર્ણ મંદિર ઉપરાંત, રૂપનગરના આનંદપુર સાહિબ ગુરુદ્વારા અને ભટિંડાના તલવંડી સાબો ખાતેના તખ્ત શ્રી દમદમા સાહિબ ગુરુદ્વારામાં પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ શુભ તહેવાર પર, ભક્તો માથું નમાવીને તેમના સારા જીવનની કામના કરે છે. તેની સાથે ગુરુદ્વારામાં અરદાસ પણ કરવામાં આવી હતી. આનંદપુર સાહિબ ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ તેમના વારાની રાહ જોતા કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતા. આ સિવાય દિલ્હી સ્થિત પ્રસિદ્ધ બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં ભક્તોએ પ્રાર્થના કરી હતી. જણાવી દઈએ કે આ દિવસથી પાકેલા રવિ પાકની લણણી શરૂ થાય છે.

Nearly one lakh pilgrims attend Baisakhi snan in Haridwar | Dehradun News -  Times of India

ભક્તો ગંગા ઘાટ પર સ્નાન કરે છે
બૈસાખીના પાવન અવસર પર વહેલી સવારથી જ હરિદ્વાર સહિત ઉત્તરાખંડના તમામ ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ પહોંચી રહી છે. ભક્તોની ભીડ વહેલી સવારે હરિદ્વારમાં હર કી પૌરી પહોંચી હતી અને ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલાં, આ દિવસે ગંગા પૃથ્વી પર ઉતરી હતી, તેથી ભક્તો ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરે છે. તેને ધ્યાનમાં રાખીને હરિદ્વારમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક સુચારૂ જળવાઈ રહે તે માટે હાઈવે પર પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

શા માટે ઉજવવામાં આવે છે બૈસાખીનો તહેવાર?
બૈસાખીનો તહેવાર ઘણી રીતે ખાસ છે. શીખ ધર્મના લોકોનું નવું વર્ષ આ દિવસથી જ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે ગુરુ ગોવિંદ સિંહે બૈસાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદ સિંહે વર્ષ 1699માં બૈસાખીના દિવસે આનંદપુર સાહિબમાં ખાલસા પંતની સ્થાપના કરી હતી. બૈસાખીનો તહેવાર સુખ અને સમૃદ્ધિનો તહેવાર છે અને તે ખેડૂતો માટે પણ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular