જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના બરડીયા (ગીર) ગામના દૈવન્યુ સરવે નંબર–80 માં બીનખેતી 1997 માં બીનખેતી કરી પ્લોટીંગ કરવામાં આવ્યું હતું.જે સોસાયટી હાલ “કૃષ્ણપાર્ક” નામથી ઓળખાય છે. અને આ સોસાયટીના લોકોને લે આઉટ પ્લાન મુજબ મેંદરડા વિસાવદરના જાહેર રોડ ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કરવા માટે જવા આવવાનો રસ્તો જે તે સમયે પ્લાજ મુજબ મુકેલ હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી મેંદરડા થી વીસાવદર જવાના મેઈન રોડ ઉપર બરડીયા ગામના ઈસમોએ રોડની સંપાદન થયેલ જમીનમાં પેશકદમી કરીને સદરહુ ‘કૃષ્ણપાર્ક” સોસાયટીમાં જવા આવવાનો રસ્તો બંધ કરી દીધો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ બાબતે કૃષ્ણપાર્ક” સોસાયટીના રહીશો દ્વારા વિસાવદર મામલતદાર, એસ.ડી.એમ. કાર્યપાલક ઈજનેરને રજુઆત કરેલ છતા કોઈ કાર્યવાહી ન થતા કૃષ્ણ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા આજે જુનાગઢ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
ભારતીય કિસાન સંઘ પ્રમુખ મનસુખ પટોળીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડીયા ગામે છેલ્લા 21 વર્ષથી બનેલી ક્રિષ્ના પાર્ક નામની સોસાયટીમાં જાહેર રસ્તા ને આવારા તત્વો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે છેલ્લા બે દિવસથી રસ્તો બંધ કરી તે જગ્યા પર પેસ કદમી કરવામાં આવી છે અને પેસ કદમીની જગ્યા પર દુકાનો બનાવવામાં આવેલી છે જેને કારણે સોસાયટીમાં રહેતા લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડે છે જે માટે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આઠ દિવસની અંદર ક્રિષ્ના પાર્ક નામની સોસાયટી ની અવરજવરમાં ઉપયોગ કરાતો રસ્તો ખોલવામાં નહીં આવે તો તો ખેડૂતો ઉઘરો આંદોલન કરશે તેવી પણ જિંદગી ઉચ્ચારી હતી.
બીજી તરફ કમોસમી વરસાદને કારણે થયેલ ખેડૂતોના પાકને નિશાન બાબતે વહેલું સર્વે કરી શકાય ચુકવાય તે માટે પણ ભારતીય કિસાન સંઘ દ્વારા જુનાગઢ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે પહેલા કમોસમી વરસાદ વિસાવદર પંથકમાં પડેલ જેમા સર્વે કરવાના આંકડા ખોટા રજુ થયા છે. ખેડુતોના તૈયાર પાક પર વરસાદ પડેલ. જે તાત્કાલીક ખેડુતોએ વધુ બગડે નહી તેથી એક બે દિવસમાં જ ખેતરમાંથી ઉપાડી લીધેલ હોય ને સર્વેની ટીમ આઠ દિવસ પછી ગયેલ છે. તેવુ કરવાથી ખેડુતોને એસ.ડી.આર.એફ. મુજબ સહાય મળે નહી ને માત્ર 275 ખેડુતોને નુકશાની થયેલ છે. તે વાત તદન ખોટી છે. જેને હાલમાં ચાર પાંચ દિવસથી સતત વરસાદ પડે છે. તો ખેડુતોના તૈયાર પાકને વાવેલ પાકને પણ નુકશાન થયેલ છે. તો જુનાગઢ આ જીલ્લાના ખેડુતોના રવિપાકને ઉનાળુ પાકને બાગાયતી પાક કેરી કેળા ચીકુને અનેક ફળ ઝાડના બગીચાને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. તો ફરી વખત વ્યવસ્થીત સર્વે થાય તે ખેડુતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ખેતી પાક નુકશાનીનુ વળતર મળે તે માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે..