spot_img
HomeLifestyleFashionBeauty Tips: લિપસ્ટિક લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર હોઠોને થશે...

Beauty Tips: લિપસ્ટિક લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર હોઠોને થશે નુકસાન

spot_img

Beauty Tips: લિપસ્ટિકના અલગ-અલગ શેડ્સ મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. આ જ કારણ છે કે મહિલાઓના પર્સમાં હંમેશા તમને લિપસ્ટિક તો જરૂર જોવા મળશે. આ લિપસ્ટિકને તેઓ તેમના આઉટફિટ, ઓકેશન અને સ્કિન ટોન પ્રમાણે લગાવવાનું પસંદ કરે છે. કેટલીક છોકરીઓની આદત હોય છે કે તેઓ દરરોજ લિપસ્ટિક લગાવે છે, જ્યારે કેટલીક છોકરીઓ એવા પ્રોફેશનમાં હોય છે જ્યાં તેમને દરરોજ મેકઅપની સાથે-સાથે ડાર્ક લિપસ્ટિક લગાવવી જ પડે છે. આવી સ્થિતિમાં હોઠને ડ્રાય અને ડાર્ક થવાથી બચાવવા માટે તમે આ ટિપ્સને અપનાવી શકો છો.

સારી ક્વોલિટીની લિપસ્ટિક
જ્યારે પણ તમે લિપસ્ટિક લગાવો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે તે સારી ક્વોલિટીની પ્રોડક્ટ હોવી જોઈએ. તમે કોઈ બ્રાન્ડેડ લિપસ્ટિક ખરીદશો તો તે વધારે સારું રહેશે. આ થોડી મોંઘી હોઈ શકે છે. તમે ક્યારેય ભૂલથી પણ પૈસા બચાવવાના ચક્કરમાં હલકી ક્વોલિટી અથવા નકલી પ્રોડક્ટને ન ખરીદો. તેમાં હાનિકારક ઘટકો હોઈ શકે છે, જે તમારા હોઠને નુકસાન પહોંચાડી શકે છે.

ઈન્ગ્રીડિએન્ટ્સ ચેક કરો
સામાન્ય રીતે લિપસ્ટિકમાં વપરાતા ઘટકો જ તમારા હોઠને નુકસાન પહોંચાડે છે, તેથી હંમેશા એ સલાહ આપવામાં આવે છે કે તમે જ્યારે પણ લિપસ્ટિક ખરીદો ત્યારે પહેલા લેબસને એકવાર જરુર વાંચો અને ઘટકોને તપાસો. માત્ર એવી લિપસ્ટિક જ ખરીદો, જેમાં પેરાબેન્સ, ફેથેલેટ્સ અને લેડ (સીસા) જેવા હાનિકારક કેમિકલ્સ ન હોય. તમે તમારા હોઠ માટે માત્ર નેચરલ અને આર્ગોનિક ઓપ્શનન જ પસંદ કરો.

 

હોઠને કરો મોઈશ્ચરાઈઝ
આ એક એવી ટિપ છે, જેને વારંવાર આપણે બધા કરવાનું ભૂલી જઈએ છીએ અને તેથી લિપસ્ટિક લગાવવાથી હોઠોને નુકસાન થાય છે. તમે લિપસ્ટિક લગાવતા પહેલા મોઈશ્ચરાઈઝિંગ લિપ બામ લગાવીને તમારા હોઠને સારી રીતે હાઈડ્રેટ કરવાનો પ્રયાસ કરો. તેનાથી હોઠને ડ્રાયનેસ અને ફાટવાથી બચાવવામાં મદદ મળે છે. એટલું જ નહીં હોઠને મોઈશ્ચરાઈઝ કરવાથી હોઠ અને લિપસ્ટિકની વચ્ચે એક લેયર પણ બની જાય છે, જેનાથી હોઠને વધુ નુકસાન થતું નથી.

લિપ પ્રાઈમરનો કરો ઉપયોગ
જો તમે તમારા હોઠને લિપ બામથી મોઈશ્ચરાઈઝ નથી કરી રહ્યા તો તમારે લિપ પ્રાઈમરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેનાથી લિપસ્ટિકની વચ્ચે એક બેરિયર પણ બને છે. આવી સ્થિતિમાં લિપસ્ટિકથી હોઠને નુકસાન થતું નથી.

લૉન્ગ લાસ્ટિંગ લિપસ્ટિકથી બચો
આજકાલ બજારમાં લોન્ગ લાસ્ટિંગ લિપસ્ટિક પણ મળે છે, જે ઘણા કલાકો સુધી હોઠ પર રહે છે. જોકે, આ પ્રકારની લિપસ્ટિકમાં કેટલાક એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારા હોઠને ખૂબ જ ડ્રાય બનાવી શકે છે. તેથી બને ત્યાં સુધી તમે લૉન્ગ લાસ્ટિંગ લિપસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular