spot_img
HomeLifestyleFashionસિલ્કની સાડી લેતા પહેલાં ખાસ રાખો આ 3 વસ્તુઓનું ધ્યાન, નહીં તો...

સિલ્કની સાડી લેતા પહેલાં ખાસ રાખો આ 3 વસ્તુઓનું ધ્યાન, નહીં તો છેતરાઇ જશો

spot_img

લગ્ન, રિસેપ્શન કે પછી કોઇ પણ ખાસ પાર્ટીમાં મહિલાઓ સ્પેશયલ ઓકેશન પર સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે. ભારતમાં હજારો પ્રકારની અલગ-અલગ સાડીઓ મળે છે, જેમાં આજકાલ પૂરી દુનિયામાં છોકરીઓ સાડીમાં પણ અનેક રીતે સ્ટાઇલ કરી રહી છે. તમે પણ સાડી પહેરવાના શોખીન છો તો સિલ્ક સાડી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આજકાલ સિલ્કની સાડીઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સિલ્કીની સાડીની ફેશન જતી નથી અને ઓલટાઇમ એ સારી જ લાગે છે.

 

આ સાથે સિલ્કની સાડી તમને ક્લાસિક લુક આપે છે. સિલ્કની સાડીઓમાં પણ આજકાલ અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે. પરંતુ સિલ્કની સાડી લેતા પહેલાં અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે..

જાણો સિલ્કની સાડી લેતા પહેલાં શું ધ્યાન રાખશો

આજકાલ માર્કેટમાં સિલ્કની સાડીઓમાં અનેક પ્રકારની વેરાયટી આવે છે. એમાંથી પરફેક્ટ સાડીની પસંદગીની કરતા પહેલાં ખાસ ફોલો કરો આ ટિપ્સ.

સાડીનું ફેબ્રિક

સિલ્કની સાડીઓ અનેક પ્રકારના ફેબ્રિકમાં ઉપલબ્ધ હોય છે જેમાં ઘણી સોફ્ટ હોય છે અને કોઇક પ્રકારે હાર્ડ પણ હોય છે. સિલ્કની સાડી પહેર્યા પછી એનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ માટે સિલ્કની સાડી લેતા પહેલાં ખાસ કરીને એના ફેબ્રિક પર વધારે ધ્યાન આપો. સાડી લેતા પહેલાં ફેબ્રિકની ક્વોલિટી ખાસ કરીને ચેક કરી લો.

સાડીના કલર પર ધ્યાન આપો

કોઇ પણ સિલ્કની સાડી લેતા પહેલાં તમે એના કલર પર ખાસ કરીને ધ્યાન આપો. ઘણી વાર સાડીનો કલર બહુ વધારે જતો હોય છે. સામાન્ય રીતે સિલ્કના કપડામાં રંગ અલગ-અલગ રીતે જોવા મળે છે. તમે સિલ્કની સાડી ખરીદી રહ્યા છો તો ડાર્ક કલર્સની જગ્યાએ તમે લાઇટ કલરની પસંદગી કરો. આછા અને લાઇટ કલર સિલ્કની સાડીમાં મસ્ત લાગે છે.

કપડાની ક્વોલિટી પર ધ્યાન આપો

રિયલમાં સિલ્કની સાડી મોંઘી હોય છે. આ માટે સિલ્કની અનેક વેરાયટી અને ક્વોલિટી માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. આ માટે જો તમે પ્રોપર ધ્યાન આપતા નથી તો સિલ્કની સાડી લેતી વખતે તમે છેતરાઇ શકો છો. આ માટે સિલ્કની સાડી તમે જ્યારે પણ લો ત્યારે ખાસ કરીને વિશ્વસનીય દુકાનમાંથી લો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular