spot_img
HomeGujaratGujarat News: પાલિતાણા જીએસટી કૌભાંડમાં ભાવનગરના શખ્સની ધરપકડ

Gujarat News: પાલિતાણા જીએસટી કૌભાંડમાં ભાવનગરના શખ્સની ધરપકડ

spot_img

પાલિતાણામાં ચાર શખ્સે આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે બોગસ પેઢી અને બોગસ જીએસટીએન નંબર મેળવી કરચોરી કર્યાના કૌભાંડમાં સંડોવાયેલા ભાવનગરના શખ્સની એસઆઈટીએ જેલ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યા બાદ ફરી જેલહવાલે કરી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણામાં ગત વર્ષ ૨૦૨૩ના ફેબુ્રઆરી માસમાં બીજાના આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલી પાનકાર્ડ મેળવી ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પેઢીઓ ઉભી કરી બોગસ જીએસટીએન નંબર મેળવી કરચોરી કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવ્યાનું કૌભાંડ છતું થયું હતું.

જે બનાવ અંગે રાજ્યવેરા અધિકારી-૨એ ગત તા.૧૧-૨-૨૦૨૩ના રોજ મોહમંદ એજાઝ બોમર, અમન હુસેન ચૌહાણ, ખાલીદ હયાતભાઈ ચૌહાણ અને રાજુ કાળુભાઈ ચૌહાણ (રહે, તમામ પાલિતાણા) નામના શખ્સો સામે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કેસની તપાસ એસઆઈટીએ હાથ ધરતા આ કૌભાંડમાં ભાવનગરમાં રહેતો ઈમરાન ઉર્ફે બીડીબાપુ ઈબ્રાહીમભાઈ ડાબાની મેમણ (ઉ.વ.૩૯) નામના કૌભાંડીનું પણ નામ ખુલ્યું હતું. આ શખ્સ અમદાવાદની સાબરમતી જેલમાં હોય, જેનો ગઈકાલે ગુરૂવારે સાંજના સમયે ભાવનગર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમે જેલ ટ્રાન્સફર વોરંટ વોરંટથી કબજો લઈ અટક કર્યા બાદ શખ્સને આજે શુક્રવારે રિમાન્ડની માંગણી સાથે પાલિતાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી જીએસટીના કૌભાંડી ઈમરાન ઉર્ફે બીડીબાપુને જેલહવાલે કરવામાં આવ્યો હોવાનું પીઆઈ કે.જી. ચાવડાએ જણાવ્યું છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular