spot_img
HomeGujaratહવામાન વિભાગનું મોટું અપડેટ, ગુજરાતમાં 5 દિવસ જોરદાર વરસાદની આગાહી

હવામાન વિભાગનું મોટું અપડેટ, ગુજરાતમાં 5 દિવસ જોરદાર વરસાદની આગાહી

spot_img

હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. તો મધ્ય ગુજરાતના મહીસાગર, છોટા ઉદેપુર, આણંદમાં પણ વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. .. સોમનાથ, પોરબંદર, દ્વારકાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે. .. નાની બોટ બંધ કરવાની ચેતવણી અપાઇ છે..

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. તો અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. આજે અને સોમવારે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ તો રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં મેઘમહેર જોવા મળી . 35 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ઉમરગામમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સાત ટકા વરસાદ વરસ્યો છે.

IMD predicts heavy to very heavy rainfall in these states during next 5 days,  issues red alert for Uttarakhand Saurabh Sharma New Delhi: The India Meteorological  Department (IMD) on Tuesday predicted heavy

શુક્રવારે સાંજે અમદાવાદમાં પવન સાથે સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસ્યો. જોધપુર, વાસણા, સરખેજમાં એક ઈંચથી વધ, વરસાદ વરસ્યો.. વરસાદથી જશોદાનગર, મકરબા, ઉજાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.

દિલ્લીમાં ભારે વરસાદ અને એયરપોર્ટ પર છત ધરાશાયી થતા વિમાની સેવા પણ પ્રભાવિત થઇ હતી. દિલ્લી અમદાવાદની ફ્લાઈટ રદ થતા 200થી વધુ મુસાફરો રઝળ્યાં હતા. અમદાવાદથી ટેકઓફ થતી દિલ્લીની 10 ફ્લાઈટો એક કલાકથી વધુ મોડી પડી હતી.

દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્લી, કર્ણાટક,યુપી, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.. તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

ધોધમાર વરસાદથી રાજસ્થાનના જોધપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.. ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા. રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેલંગાણાના આસિફાબાદમાં ભારે વરસાદના કારણે નદીમાં ગાંડી તરૂ બની હતી. .. નદી પાર કરી રહેલા 50થી વધુ પશુઓ તણાયા હતા. કેટલાક પશુઓને રાહત અને બચાવ દળની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યાં હતા.

Severe rain lash several parts of Ahmedabad; State likely to receive heavy  rains for a week | Ahmedabad News, Times Now

88 વર્ષમાં પ્રથમ વાર દિલ્લીમાં જૂન મહિનામાં વરસ્યો એક જ દિવસમાં 10 ઈંચથી વધુ વરસાદ.. મૂશળધાર વરસાદથી રાજધાની થયું જળબંબાકાર.. સડકો પર સર્જાયો લાંબો ટ્રાફિક જામ..દિલ્લીમાં જળબંબાકારને લઈને એલજીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. બે મહિના સુધી અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે. દિલ્લી સરકાર, પીડબલ્યુ ડી, એમસીડી અને દિલ્લી જળ વિભાગને ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ શરૂ કરવા નિર્દેશ કરાયા છે. વરસાદે દિલ્લીના હાલ બેહાલ કર્યાં છે. દિલ્લીના આઝાદપુર અન્ડરપાસ પાસે પાણીમાં બસ ફસાઈ જતાં બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવારેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાહત અને બચાવની ટીમે 21 લોકોને બચાવ્યા હતા.

ભારે વરસાદની વચ્ચે ગ્રેટર નોઈડામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી અહી નિર્માણાધીન મકાનની દીવાલ ધરાશાયી થતા છ બાળકો દટાયા હતા. જેમાં ત્રણના મોત થયાં છે ,ત્રણેય બાળકો નાનીના ઘરે વેકેશન માણવા આવ્યાં હતા.યુપીની રાજધાની લખનઉમાં પણ મોસમનો મિજાજ બદલાતા . સ્થાનિકોને ભીષણ ગરમીથી રાહત મળી છે.અહીં ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular