spot_img
HomeGujaratGujarat Lok Sabha Election Result 2024 : ભાજપ સૌરાષ્ટ્રની 8 બેઠક પર...

Gujarat Lok Sabha Election Result 2024 : ભાજપ સૌરાષ્ટ્રની 8 બેઠક પર આગળ, 25 માંથી 10 બેઠકો પર ભાજપને મળી 1 લાખથી વધુની લીડ

spot_img

Gujarat Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે ચૂંટણીમાં મુકાબલો ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએ અને 25થી વધુ પક્ષોના ગઠબંધન ભારત વચ્ચે છે. ચૂંટણી પરિણામો સંબંધિત દરેક અપડેટ માટે અમારી સાથે રહો.

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા આગળ

રાજકોટ લોકસભા સીટ માટે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 1,07,336 મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 07 રાઉન્ડ પુરા થઈ ગયા છે.

છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા આગળ

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર જશુ રાઠવા 117907 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર ચોથા રાઉન્ડમાં આગળ

વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોષી 1,33,203 મતથી આગળ

વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોષી 1,33,203 મતથી આગળ ચાલી રહ્યા છે. વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોષી સામે કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે.

જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ આગળ

જામનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 23,343 હજાર મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 04 રાઉન્ડ પુરા થઈ ગયા છે..

કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા આગળ

કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 28000 મતથી આગળ ચાલી રહ્યા છે.

ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આગળ

ભાવનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા 82931 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 05 રાઉન્ડ પુરા થઈ ગયા છે

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular