spot_img
HomeGujaratGujarat Lok Sabha Election Result 2024 :જૂનાગઢમાં ભાજપ આગળ, હીરાભાઈ જોટવાને પાછળ...

Gujarat Lok Sabha Election Result 2024 :જૂનાગઢમાં ભાજપ આગળ, હીરાભાઈ જોટવાને પાછળ છોડી રાજેશ ચુડાસમા 55513 મતથી આગળ

spot_img

Gujarat Lok Sabha Election Result 2024 : જૂનાગઢ લોકસભા બેઠક પર મતદારો દ્વારા 7મેંના રોજ 11 ઉમેદવારોની ભાવિ EVMમાં કેદ કર્યું હતું. જેઓના ભાવિનો આજે ફેંસલો થશે. જૂનાગઢના સાંસદ કોણ બનશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. મતગણતરીને લઈ જૂનાગઢની કૃષિ અને એન્જિનિયરીંગ કોલેજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠ

લોકસભા ચુંટણી 2024ની મતગતરી ચાલુ થઇ ગઈ છે. આવનારા પાંચ વર્ષ સુધી દેશમાં કોની સતા રહશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. ગુજરાતમાં તો 25 લોકસભા બેઠકના જ પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે આપણે વાત કરીએ એક સમયે ‘સોરઠ’ બેઠક તરીકે ઓળખાતી એવી જૂનાગઢ બેઠકની. જ્યા ખરાખરીનો જંગ જામવાનો છે.

જૂનાગઢ લોકસભા બેઠક પર 1991થી ભાજપનો દબદબો છે. 2004માં કોંગ્રેસના જશુ બારડે સતત 4 વખતથી જીતીને સાંસદ બનનારાં ભાવનાબેન ચીખલિયાને હરાવીને જીત મેળવી હતી, પરંતુ 2009થી આ બેઠક પર સતત ભાજપની જીત થઈ રહી છે. આ વખતે જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા વચ્ચે જંગ જામ્યો હતો. ત્યારે જુનાગઢમાં રાજેશ ચુડાસમા ફરી જીત મેળવશે કે હીરાભાઈ જોટવા બાજી પલટાવશે તે હવે જાણવું રસપ્રદ બની રહેશે.

જૂનાગઢ લોકસભાના બેઠકના ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવા છે. હીરાભાઈ જોટવા રાજકારણમાં અગ્રણી નેતા છે, તેઓ 1991 થી રાજનીતિમાં સક્રિય છે. આહીર સમાજના અગ્રણી છે હીરાભાઈ જોટવા. હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BA નો અભ્યાસ કરેલો છે. તેઓ રાજકારણ, ખેતી, શિક્ષણ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.1995-2000 2019-2022 સુધી પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી રહ્યાં હતા. 2023માં કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી હાર્યા હતા.

ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા

ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે. તેઓ કોળી જ્ઞાતિમાંથી આવે છે. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા. તેઓ 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી ચૂંટાયા હતા. તેઓ જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાંથી 2014ની લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 2014માં સૌથી નાની વયના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તો વર્ષ 2019માં દોઢ લાખની લીડથી રાજેશ ચુડાસમા વિજેતા થયા હતા.

જાતિગત સમીકરણ

જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો, કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.

પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારોને મેદાને ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહ્યું હતું અને પાછલા બે ચૂંટણીમાં ભાજપના કોળી ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારે ભાજપે ફરી એકવાર રાજેશ ચુડાસમાને રિપીટ કરીને જાતિગત સમીકરણના આધારે આ બેઠક કબજે કરવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે.

જાતિગત સમીકરણ

જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો, કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.

પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારોને મેદાને ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહ્યું હતું અને પાછલા બે ચૂંટણીમાં ભાજપના કોળી ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારે ભાજપે ફરી એકવાર રાજેશ ચુડાસમાને રિપીટ કરીને જાતિગત સમીકરણના આધારે આ બેઠક કબજે કરવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular