સવારનો નાસ્તો હોય, બપોરનું જમવાનું હોય કે સાંજનો નાસ્તો કે જમવાનું બ્રેડ પકોડા ગમે ત્યારે ચાલે. બ્રેડ પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાશ્તો છે. ટેસ્ટી બ્રેડ પકોડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી
- બ્રેડની સ્લાઇસ,
- તેલ,
- બાફેલા બટાકા,
- લીલું મરચું,
- કોથમીર,
- લાલ મરચું પાઉડર,
- ધાણાજીરું,
- આમચૂર પાઉડર,
- ગરમ મસાલો,
- મીઠું,
- ચણાનો લોટ,
- ચોખાનો લોટ,
- બેકિંગ સોડા,
- લાલ મરચું પાઉડર,
- પાણી.
બ્રેડ પકોડા બનાવવાની રીત
સ્ટેપ-1 : સૌ પ્રથમ બાફેલાં બટાકાની છાલ ઉતારીને મેશ કરી લો.
સ્ટેપ- 2 : હવે તેમાં લીલું મરચું, કોથમીર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાંખીને મિક્સ કરી લો.
સ્ટેપ- 3 : હવે એક બાઉલમાં બેસન,ચોખાનો લોટ,બેકિંગ સોડા,લાલ મરચું પાઉડર,મીઠું,પાણી નાંખીને બેટર બનાવો.
સ્ટેપ- 4 : હવે બ્રેડની એક સ્લાઇસ લો અને તેની ઉપર બટાકાનો મસાલો એકસરખો લગાવો.
સ્ટેપ-5 : તેની ઉપર બ્રેડની બીજી સ્લાઇસ મૂકીને હળવેથી દબાવીને બે ત્રિકોણમાં ટૂકડા કરી લો.
સ્ટેપ- 6 : હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને બેટરમાં આ બ્રેડની સ્લાઈસ ડીપ કરીને તળી લો.
સર્વ કરો
તૈયાર છે બ્રેડ પકોડાની રેસીપી, તમે ગરમા-ગરમ સર્વ કરો.