spot_img
HomeGujaratબનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો સનસનીખેજ આરોપ, પકડ્યો નકલી CRPF કર્મચારી

બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો સનસનીખેજ આરોપ, પકડ્યો નકલી CRPF કર્મચારી

spot_img

રાજ્યમાં લોકસભા 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા (Banaskantha) ના દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી CRPF કર્મચારી બનીને ફરતા યુવકને ઝડપી લેતાં ચકચાર મચી ગઇ હતી. ગેનીબેને આરોપ લગાવ્યો હતો કે આ યુવક નકલી CRPF કર્મચારી બનીને ફરતો હતો.

ગેનીબેન ઠાકોરનો સનસનીખેજ આરોપ

બનાસકાંઠા લોકસભા બેઠકમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં વોટીંગ કરી રહ્યા છે. દરમિયાન બપોરે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળામાં બનાવાયેલા મતદાન મથકમાં પહોંચ્યા હતા. ગેની બેન ઠાકોરે આરોપ લગાવ્યો કે મતદાન મથકમાં નકલી CRPF કર્મચારી બનીને ફરતા યુવકને મે ઝડપી લીધો છે.

Congress candidate from Banaskantha Lok Sabha seat Ganeben makes sensational allegation, fake CRPF employee caught

CRPFનું બોર્ડ મળી આવ્યું

ગેનનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે આ યુવકનું નામ પ્રકાશ ચૌધરી છે અને તે પાલનપુરનો છે. પાલનપુરનો હોવાથી તેને દાંતા તાલુકા સાથે લેવા દેવા નથી છતાં તે દાંતાની ધરેડા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં હતો અને તેની પાસેથી CRPFનું બોર્ડ મળી આવ્યું છે.
મતદારોને દબાવાનો પ્રયાસ

ગેનીબેન જણાવ્યું કે ધરેડા પ્રાથમિક શાળાની મુલાકાત લેતાં જોવા મળ્યું કે સીઆરપીએફની ખોટી પ્લેટો લગાવી ચૌધરી સમાજના યુવાનો મતદારોને દબાવાનો પ્રયાસ કરીરહ્યા છે. પાલનપુરનો પ્રકાશ ચૌધરી મતદારોને દબાવાની કોશિશ કરે છે જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular