spot_img
HomeGujaratLok Sabha Election 2024 : કોંગ્રેસે જુનાગઢથી આ ઉમેદવારને ઉતાર્યા મેદાને, જાહેર...

Lok Sabha Election 2024 : કોંગ્રેસે જુનાગઢથી આ ઉમેદવારને ઉતાર્યા મેદાને, જાહેર કરી વધુ એક યાદી

spot_img

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારે મોડી સાંજે ઉમેદવારની 12મી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જૂનાગઢ બેઠકથી હીરા જોટવા, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે.

અમદાવાદ પૂર્વ સહિત ચાર બેઠકો પર પેચ ફસાયો

કોંગ્રેસે આજે સુરેન્દ્રનગર, વડોદરા, અને જૂનાગઢ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જોકે, બાકીને અન્ય ચાર બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. જેમાં રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ અને મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

જૂનાગઢમાં રાજેશ ચુડાસમા Vs હીરા જોટવા વચ્ચે જંગ જામશે

ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, સાબરકાંઠા, રાજકોટ સહિતની બેઠક પર ઉમેદવારોને લઈને કકળાટ ચાલી રહ્યો છે. ભાજપે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપી છે. ત્યારે આજે કોંગ્રેસે તેમની સામે હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા છે.

જ્યારે વડોદરાથી કોંગ્રેસે જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. ત્યારે ભાજપે વડોદરામાં ઉમેદવાર બદલીને ડો. હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે. તેમ છતાં પણ ભાજપમાં અંદરખાને ઉમેદવારને લઈને ડખો ચાલી રહ્યો છે.

હીરા જોટવા ગીરસોમનાથ જિલ્લાના આહીર સમાજના આગેવાન છે. 2022માં કેશોદ બેઠક પરથી ચૂંટણી લડયા હતા. જોકે, હારનો સામનો કરવો પડ્યો હતો. આહીર સમાજ પર પણ સારી પકડ ધરાવે છે.

ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular