spot_img
HomeAstrologyVastu Tips: અઠવાડિયાના આ વારે વાળ કપાવવાથી ઘરમાં થાય છે પૈસાનો વરસાદ

Vastu Tips: અઠવાડિયાના આ વારે વાળ કપાવવાથી ઘરમાં થાય છે પૈસાનો વરસાદ

spot_img

Vastu Tips: સામાન્ય રીતે લોકો વાળ અને દાઢી કપાવવા માટે ખાસ કરીને રજાનો દિવસ રવિવાર હોવાથી તે દિવસને પસંદ કરતા હોય છે. પણ શુ તમે જાણો છો કે રવિવારના દિવસે વાળ કપાવવાથી ધન, બુદ્ધી અને ધર્મનો નાશ થાય છે. જાણો અઠવાડિયાના ક્યા દિવસે તમારે વાળ દાઢી કપાવવા જોઈએ.

સોમવારના દિવસે વાળ કપાવવાનું શુભ નથી માનવામાં આવતુ, આ દિવસ વાળ કપાવવાથી માનસિક દુર્બલતા આવે છે અને સંતાન માટે હાનિકારક હોય છે.

મંગળવારના દિવસે વાળ કપાવવા પોતાની ઉંમર માટે નુક્શાન કારક હોય છે. તેને અકાળે મૃત્યુનું કારણ માનવામાં આવે છે.

બુધવારનો દિવસ નખ અને વાળ કપાવવા માટે શુભ હોય છે, તેનાથી ધન ધાન્ય વધે છે અને સંપન્નતા બની રહે છે.

ગુરુવારના દિવસે વાળ કપાવવાથી ઘન અને લક્ષ્મીનું નુક્શાન અને માન-સન્માનની હાની થાય છે.

શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે જે સૌદર્યનો પ્રતીક છે. માટે આ દિવસે વાળ અને નખ કપાવવું શુભ હોય છે. શુક્રવારે વાળ અને નખ કપાવવાથી લાભ અને યશ પ્રાપ્ત થાય છે.

શનિવારનો દિવસ વાળ કપાવવા માટે અશુભ હોય છે, શનિવારના દિવસે વાળ કપાવા તે મૃત્યુનું કારણ બની શકે છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular