જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કેમ્પમાં એક જવાન મૃત હાલતમાં મળી આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે જવાને આત્મહત્યા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવાર-શનિવારની રાત્રે લગભગ 2 વાગે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તપાસમાં કોન્સ્ટેબલ અજય કુમાર ચુરસુ વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસને જાણ કરી
કોન્સ્ટેબલ અજય કુમારના મોત બાદ અધિકારીઓએ પોલીસને જાણ કરી છે. તમામ જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર કોન્સ્ટેબલ ડિપ્રેશનથી પીડિત હતો.
અધિકારીઓનું માનવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. બનાવનું કારણ જાણવા વધુ તપાસ ચાલુ છે.
ભૂતકાળની ઘટના
આ પહેલા મે મહિનામાં પણ જમ્મુ-કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF જવાને આત્મહત્યા કરી લીધી હતી. મહારાષ્ટ્રના રહેવાસી કોન્સ્ટેબલ યોગેશ અશોક બિરહારે પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી લીધી હતી. ઘટના સમયે તે ફરજ પર હતો. વર્ષ 2005માં સરકારે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી રોકવા માટે બીએસએફની જગ્યાએ સીઆરપીએફ તૈનાત કરી હતી.