દેવરાજ
મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પણ થયેલી ઉજવણી
દેવગાણાના ગોપાલ આશ્રમ ખાતે પૂજ્ય પુરુષોત્તમદાસ બાપુની ૩૨મી પુણ્યતિથિ અને મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ગોપાલ આશ્રમના મહંત કૃષ્ણદાસ બાપુની નિશ્રામાં પરમ પૂજ્ય સંત સીતારામ બાપુની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યજ્ઞાચાર્ય ધર્મેશભાઈ શાસ્ત્રીના વળપણ હેઠળ રાધાકૃષ્ણ ગોપેશ્વર મહાદેવ અને પુરુષોત્તમદાસ બાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી દેવગણા ખાતે ઉજવાય હતી.
પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ શ્રીમદ ભાગવત સપ્તાહની પોથીયાત્રા દિવ્યાતી દિવ્ય રીતે વિશાળ જન્મે તેની સાથે દેવગણાના રાજમાર્ગ પર યોજાઇ હતી પરમ પૂજ્ય સંત જયદેવ શરણજી મહારાજ, વિશાલદાસ બાપુ, ભગવાનદાસ બાપુ, પુરુષોત્તમદાસ બાપુ તેમજ માધવ શરણદાસ બાપુ જેવા સંતોની હાજરીમાં આ પવિત્ર કાર્ય ખૂબ જ પવિત્ર રીતે પૂર્ણ થયું હતું આ કથામાં પૂજ્ય સીતારામ બાપુએ ભાગવત મહાત્મયનું વર્ણન કર્યું હતું.