વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ રોગ વધવાનું સૌથી મોટું કારણ ખોટી જીવનશૈલી અને ખાનપાન છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો તમે તમારા આહાર અને જીવનશૈલીમાં સુધારો કરશો તો તમે આ બીમારીથી બચી શકો છો. ઘણા એવા ખોરાક છે જે ખાવાથી બ્લડ શુગર લેવલ સામાન્ય રહે છે. ચાલો જાણીએ કેટલીક શાકભાજીઓ વિશે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કારેલા
કારેલાનો સ્વાદ કેટલો કડવો હોય છે તે આપણે બધા જાણીએ છીએ, પરંતુ આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછું નથી. તેમાં પોલીપેપ્ટાઈડ-પી નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે, જે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે.
બ્રોકોલી
જે લોકોને ડાયાબિટીસ છે તેમણે તેમના આહારમાં બ્રોકોલીનો સમાવેશ કરવો જોઈએ. આ શાકભાજી વિટામિન K અને ફોલેટથી ભરપૂર છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે. તેમાં રહેલું પોટેશિયમ અને વિટામિન સી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
મૂળો
પોષક તત્વોથી ભરપૂર મૂળા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ મૂળ શાકભાજી બ્લડ શુગર ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તેમાં બીટા કેરોટીન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે.
દૂધી
દૂધી એ સ્વાસ્થ્યનો ખજાનો છે. તેમાં પાણી અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં ગ્લુકોઝ બિલકુલ હોતું નથી. જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો તમારા આહારમાં દૂધીને ચોક્કસ સામેલ કરો.
પાલક
લીલા પાંદડાવાળા શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાંથી ડાયાબિટીસના દર્દીઓ માટે પાલક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં વિટામીન એ, વિટામીન સી, ફોલેટ, ફાઈબર અને ઘણા બધા વિટામીન મળી આવે છે. જે બ્લડ શુગર લેવલ ઘટાડે છે.