spot_img
HomeGujaratમહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર ફર્સ્ટ એઈડ કીટનું વિતરણ

મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર ફર્સ્ટ એઈડ કીટનું વિતરણ

spot_img

સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in

બાઈક એમ્બ્યુલન્સની પણ પ્રથમવાર સુવિધા, ઉતારા મંડળ અને ધાર્મિક સંસ્થા આશ્રમમાં તાવ, શરદી, માથા તથા પેટનો દુ:ખાવો ઝાડા, ઉલટી વગેરેની પ્રાથમિક દવાઓની કીટનું વિતરણ

મહાશિવરાત્રિના મેળામાં જૂનાગઢ જિલ્લા વહીવટી અને જૂનાગઢ આરોગ્ય તંત્ર દ્વારા પ્રથમ વાર રાજ્યભરમાંથી આવતી સેવાભાવી સંસ્થાઓ અને ભવનાથમાં અન્ય સ્થાયી ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ-આશ્રમમાં પ્રથમ વાર ફર્સ્ટ એડ કીટ એટલે કે, તાવ, શરદી, પેટ તથા માથાના દુ:ખાવા તથા ઝાડ-ઉલટી વગેરે માટે જરુરી પ્રાથમિક દવાઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે દવા લેવા માટેની માર્ગદર્શક સૂચનાઓ અને ઈમરજન્સી સંપર્ક નંબર સાથેનું પેમ્પ્લેટ પણ આપવામાં આવ્યું છે.

ઉપરાંત ભવનાથ અને મેળાના સાંકડા વિસ્તારમાં કે ભીડભાડને કારણે મોટા વાહનો જઈ નથી શકતા તે તે માટે પણ મહાશિવરાત્રિના મેળામાં પ્રથમવાર બુલેટ એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. જેનાથી ઈમરજન્સીની સ્થિતિમાં ડોક્ટર સાથે દર્દી સુધી પહોંચી શકશે અને જરુરી સારવાર આપવામાં આવશે. વધુ સારવારની જરુરિયાત જણાય તો દર્દીને બુલેટમાં લઈ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવશે. આ માટે ત્રણ બુલેટ રહેશે. આ માટે ફાયર અને આરોગ્ય વિભાગ દ્વારા જરુરી સંકલન કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસે, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સામે, નાકોડા અને ઉતારા વિસ્તારમાં મોબાઇલ દવાખાનુ અને ગિરનાર ઉપર જૈન દેરાસર ખાતે મોટા આરોગ્ય કેમ્પની ભાવિકો માટે સુવિધા રાખવામાં આવી છે. ઉપરાંત ભરડાવાવ, અશોક શિલાલેખ, દામોદર કુંડ પાસે પ્રાથમિક સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને પણ આરોગ્ય સેવાઓ માટે સુસજજ રાખવામાં આવી છે.

નાકોડા ખાતે અદ્યતન સારવાર સુવિધા ઉપલબ્ધ રહેશે, એમ.ડી. ફિઝિશિયન કક્ષાના ડોક્ટર સેવા આવશે. ઉપરાંત અન્ય ૨૦થી વધુ ડોક્ટર મહાશિવરાત્રિના મેળા દરમિયાન આરોગ્ય સેવાઓ આપશે. આ સાથે ૫૦ જેટલા આરોગ્ય કર્મીઓ પણ ફરજ બજાવશે.તેમ જિલ્લા ટીબી અધિકારી ડો. ચંદ્રેશ વ્યાસે જણાવ્યું હતું.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular