ફ્લાઈટની મુસાફરી સૌથી આરામદાયક અને સરળ હોય છે. ભલે તમારા ખિસ્સા પર ભારે પડે પરંતુ તે તમને ચિંતા વિના ટ્રાવેલ કરવાની તક આપે છે. આ સમય દરમિયાન તમને ભારે સામાન ઉઠાવવાથી રાહત મળે છે. આમ તો આજકાલ હવાઈ મુસાફરી સંબંધિત નિયમો દરેક વ્યક્તિ જાણતા હોય છે, તેમ છતાં પણ જો તમે પહેલીવાર ફ્લાઈટમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો તમારી પાસે ચેક ઈન લગેજ સંબંધિત કેટલીક માહિતી હોવી જોઈએ. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા જણાવી રહ્યા છીએ કે ચેક-ઈન લગેજમાં કઈ વસ્તુઓ ક્યારેય પેક ન કરવી જોઈએ.
હવાઈ મુસાફરી દરમિયાન ચેક-ઈન લગેજમાં ન રાખો આ વસ્તુઓ
ચેક-ઈન લગેજમાં ક્યારેય પણ જરુરી ડોક્યુમેન્ટ જેમ કે- તમારો પાસપોર્ટ, બોર્ડિંગ પાસ, ઓળખ પત્ર ન રાખવા જોઈએ કારણ કે આ ડોક્યુમેન્ટની જરુર તમને સિક્યોરિટી ચેકિંગ દરમિયાન પડે છે અને તેને બેગમાંથી કાઢવું ખૂબ મુશ્કેલ હોય છે. તમારે પાવર બેંક અને ચાર્જર પણ ચેક-ઈન લગેજમાં ન રાખવા જોઈએ.ચેક-ઈન લગેજમાં દવાઓ પણ ન રાખવી જોઈએ, કારણ કે જો તમારે સમય-સમય પર દવાઓ લેવાની છે, તો તેને સામાનમાંથી બહાર કાઢવી ખૂબ મુશ્કેલ બની શકે છે. કેટલીકવાર તમારો સામાન મોડો પણ મળે છે અને આવી સ્થિતિમાં તમારી તબિયત બગડી શકે છે.
જો તમારી પાસે મોબાઈલ સિવાય કોઈ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ છે જેમ કે- કેમેરો, લેપટોપ, આઈપેડ તો તેને તમારા સામાનમાં ન રાખો, કારણ કે તે તૂટવાનું કે ડેન્ટેડ થવાનું જોખમ રહે છે. વાસ્તવમાં ચેક-ઈન સામાન તમને ફ્લાઇટ લેન્ડ કર્યા પછી જ મળે છે. આવી સ્થિતિમાં તમે તેના પર નજર પણ રાખી શકતા નથી અને તમારા મોંઘા સામાનને નુકસાન પણ થઈ શકે છે.
ઘણા લોકો સુરક્ષાના હેતુથી જ્વેલરી વગેરે પણ ચેક-ઈન સામાનમાં રાખી દે છે, પરંતુ તેને પણ તમારે તમારી સાથે રાખવું જોઈએ. તેનાથી ચોરી થવાનો ડર રહે છે. ઘણી વખત સામાન અદલા-બદલી થઈ જાય છે જેના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી તે વધુ સારું રહેશે કે તમે કેબિન લગેજમાં જ તેને રાખો.