વાસ્તુ શાસ્ત્રમાં વ્યક્તિના જીવન સંબંધિત તમામ મુશ્કેલીઓ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ અને શાંતિનું આગમન થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સામાનને યોગ્ય દિશામાં રાખવો જોઈએ. સામાનને યોગ્ય દિશામાં ન રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની સીડીઓની નીચે અમુક વસ્તુઓ રાખવાની મનાઈ છે. તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
આ વસ્તુઓ ન રાખવી
સીડીઓની નીચે રસોડુ, શૌચાલય અને મંદિર હોવુ જોઈએ નહીં. માન્યતા છે કે તેનાથી પરિવારના લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય સ્ટોર રૂમ પણ બનાવવો જોઈએ.
જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તેનું એક કારણ સીડીઓની નીચે રાખેલા બૂટ-ચપ્પલ પણ હોઈ શકે છે. તેથી આવી ભૂલ તમે ભૂલથી પણ ન કરવી.
તમે એ વાતનું પણ વિશેષ ધ્યાન રાખો કે સીડીઓની નીચે ખુલ્લી જગ્યા હોવી જોઈએ. માન્યતા છે કે સીડીઓની નીચે ખુલ્લી જગ્યા હોવાથી બાળકોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.
સીડીઓ હંમેશા સ્વચ્છ હોવી જોઈએ. ગંદી સીડી હોવાથી ઘરમાં નકારાત્મકતાનું આગમન થાય છે.
આ છે યોગ્ય દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સીડીઓ બનાવવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા શુભ હોય છે. કોઈ બીજી દિશામાં સીડીઓ બનાવવાથી બચવુ જોઈએ કેમ કે એવી માન્યતા છે કે તેનાથી ઘરના માલિકને આર્થિક નુકસાન વેઠવુ પડે છે.