spot_img
HomeLifestyleFashionFashion News: શું તમે પણ સલુનમાં કરાવો છો હેર વોશ? આ સિન્ડ્રોમનું...

Fashion News: શું તમે પણ સલુનમાં કરાવો છો હેર વોશ? આ સિન્ડ્રોમનું થઈ શકે છે જોખમ

spot_img

પાર્લરમાં ગયા બાદ મોટાભાગના લોકોના હેર વોશ કરવા પડે છે. ત્યારબાદ જ ગ્રુમિંગ પ્રોસેસ શરૂ થાય છે પણ જો તમને જણાવીએ કે પાર્લરમાં લેટર હેર વોશ કરવાથી બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ થઈ શકે છે, આ સાંભળીને તમે પણ હેરાન છો ને, વાળની સુંદરતા અને શાઈનિંગ બનાવવા માટે આપણે કેટલી પણ મહેનત કરી છીએ પણ ઘણી વખત મનગમતુ પરિણામ મળી શકતુ નથી.

વાળમાં માસ્ક લગાવવુ, તેલ લગાવવુ અને કેટલીય વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ પણ તમે આ કામ કરીને મુશ્કેલીઓ વધારી રહ્યા છો, જાણો આખરે બ્યુટી પાર્લર સિન્ડ્રોમ શું છે અને તેના શું લક્ષણ છે.

શેમ્પુ અથવા હેર વોશ માટે બ્યુટી પાર્લરમાં તમારી ગરદન સિંક પર રાખવાના કારણે વધારે ખેંચાઈ શકે છે. ઘણી વખત ખરાબ સપોર્ટના કારણે ગરદનની નસ પણ દબાઈ શકે છે. તેના કારણે બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમનો ખતરો રહે છે. તમને જણાવી દઈએ કે મગજમાં લોહી યોગ્ય રીતે ન પહોંચવાના કારણે આવું થાય છે.

હેલ્થ નિષ્ણાંતોનું માનીએ તો હેર વોશ દરમિયાન તમારી ગરદનની નસ દબાઈ જવાના કારણે બ્લડ ફ્લોમાં રૂકાવટ થાય છે. તેનાથી બ્લડ ક્લોટિંગ પણ થઈ શકે છે. બ્લડ ક્લોટના કારણે પણ લોહીનો ફ્લો યોગ્ય રીતે ફરી શકતો નથી.

શું છે તેના લક્ષણ: માથુ દુખવુ, ચક્કર આવવા, દેખવામાં તકલીફ, શરીરના કોઈ ભાગમાં ખાલી ચઢવી, કમજોરી અનુભવવી અને ધુંધળુ દેખાવુ.

તમને જણાવી દઈએ કે ડાયાબિટિસ અને હાર્ટના દર્દીઓને આ સિન્ડ્રોમનું વધારે જોખમ છે. આ સિન્ડ્રોમથી બચવા માટે માથુ ધોયા પછી ગરદન સાથે અચાનક છેડછાડ કરવાથી બચો. સલુનમાં વધારે જોરથી મસાજ કરાવવાથી બચવુ, તેની સાથે જ માથુ ધોવા માટે હંમેશા નવશેકા પાણીનો ઉપયોગ કરવો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular