spot_img
HomeGujaratશું ભાજપને કલમ 370 કે રામ મંદિર ઉપર વિશ્વાસ નથી?

શું ભાજપને કલમ 370 કે રામ મંદિર ઉપર વિશ્વાસ નથી?

spot_img

સુરેશ ત્રિવેદી, જૂનાગઢ

  • લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો
  • આવતા વર્ષોમાં આયાતી કોંગ્રેસના નેતા ભાજપનું ગળાનું હાડકું બની જશે?

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષમાં 125 કોંગ્રેસનાં નેતાઓ ભાજપમાં જોડાયા છે. હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપમાં જોડાવવાની કે જોડવાની હોડ લાગી છે. ગઇકાલે કોંગ્રેસનાં મોટા ગજાના નેતા ભાજપમાં જોડાઇ ગયા. જુદા જુદા મીડિયાનાં અહેવાલ મુજબ કોંગ્રેસના પાંચ ધારાસભ્ય હજુ લાઇનમાં છે. પક્ષ પલટો એ વ્યક્તિગત મેટર છે. પરંતુ અહીં સવાલએ થાય છે કે, ભાજપને કોંગ્રેસના નેતાઓનું જરૂર શું છે? ભાજપ પાસે તાકતવાર નેતા નથી? શું ભાજપમાં સેકન્ડ લાઇન તૈયાર થતી નથી? શું ભાજપને વિકાસ ઉપર ભરોષો નથી? શું ભાજપને કલમ 370 અને રામ મંદિરનાં એજન્ડા ઉપર વિશ્વાસ નથી? શું ભાપજને હિદુત્વ પર વિશ્વાસ નથી? આનો જવાબ તો ભાજપ જ આપી શકે. પરંતુ ભાજપ ગુજરાતમાં વર્ષોથી વિકાસની વાતો કરે છે. વિકાસ કર્યો છે તો મત લોક આપવાનાં જ છે. છતાં ભાજપને કોઇ ખુણામાં ડર છે. એટલે તો લોકસભાની ચૂંટણી પહેલા ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપનાં વર્ષો જુના મુખ્ય એજન્ડા કલમ 370 અને રામ મંદિર. આ બન્ને એજન્ડા પૂરા થઇ ગયા છે. છતાં ચૂંટણી પહેલા ભરતી મેળો કેમ? આ મુદ્દે લોકો મત નહીં આપે એવું લાગે છે? ગુજરાતમાં ખાસ કરીની સૌરાષ્ટ્રનુ ગણિત ભાજપ માટે મુશ્કેલ હોય તેવું લાગી રહ્યું છે. પહેલા તો લોકસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના બે દિગ્જ્જ નેતા ઉતારી દીધા છે. પોરબંદરથી માંડવિયા અને રાજકોટથી રૂપાલા ચૂંટણી લડશે. બીજી તરફ સૌરાષ્ટ્રનાં કોંગ્રેસના બે નેતાને ભાજપમાં જોડી લેવામાં આવ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર ઉપર વધુ ફોક્સ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં હજુ કોંગ્રેસનાં નેતા ભાજપમાં જાય તો નવાઇ નહી.

ભાજપમાં સતત ચાલતા ભરતી મેળા અંગે આગામી દિવસોમાં ખુદ ભાજપે જ મનોમંથન કરવું પડશે. આયાતી નેતાઓ પોતાનું જ ભલુ કરવાનાં છે. તેને ભાજપની વિચારાધાર સાથે કોઇ જ મતલબ નહીં હોય. આવા લોકો ખુદ પક્ષને અને લોકોને નુકસાન કરી રહ્યાં છે. અને સૌથી મોટી મુંજવણ ભાજપને મત આપનાર લોકોની છે. હું હવે કોંગ્રેસને મત આપવાનાં? એવું માની રહ્યાં છે. આ મુદે આગળ જતા જોખમ ઉભો કરી શકે તેમ છે. આ કારણે આયાતીને જ મત આપવાનો હોય તો ભાજપના જ મતદાર બૂથથી દૂર રહેવાની શરૂ કરી દેશે. ત્યારે ભાજપ પાસે કોઇ વિકલ્પ રહેશે નહીં.

સોશિયલ મીડિયા કોમેન્ટ
કોટ્રાન્કટ માટે ભાજપના અથવા ભાજપમાં હોવું જરૂરી છે.

આજે અંબરિશ ડેર અને બાદમાં અર્જુન મોઢવાડિયા કમલમ પહોંચ્યા તો મીડિયાની ધક્કા મુક્કી જોઈને ભાજપના એક મહિલા કાર્યકર્તા સાઈડમાં જતા જતા બોલ્યા… વેલકમ વેલકમ આપણે તો હવે આ જ કરવાનું છે ને?

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular