વાસ્તુશાસ્ત્રમાં માત્ર દિશાઓ જ નહીં પરંતુ વૃક્ષો અને છોડનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. એટલા માટે લોકો પોતાના ઘરમાં અનેક પ્રકારના છોડ લગાવે છે. લીલા છોડ જોવામાં સારા લાગે છે, સાથે જ તે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. વાસ્તુમાં આવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં લગાવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. આમાંથી એક પ્લાન્ટ મની પ્લાન્ટ પણ છે. આ પ્લાન્ટને ઘરમાં લગાવીને ક્યારેય પૈસાની કમી નથી આવતી. વાસ્તુ મુજબ ઘરમાં મની પ્લાંટ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે તેમજ સુખ પણ જળવાઈ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં લાગેલા મની પ્લાન્ટને ભૂલથી પણ કોઈને ભેટમાં ન આપવો જોઈએ, નહીં તો તમને પૈસાની ખોટ પડી શકે છે.
જ્યારે તમે આ છોડ કોઈ બીજાને ભેટમાં આપો છો તો છોડની સાથે તમારા ઘરની સુખ સમૃદ્ધિ પણ બીજાના ઘરમાં જાય છે. એટલું જ નહીં વાસ્તુ મુજબ મની પ્લાન્ટ સિવાય તેના પાન પણ કોઈને ન આપવા જોઈએ. આમ કરવાથી ધનની સાથે પુણ્યનું પણ નુકસાન થાય છે.
આજકાલ છોડ ગિફ્ટ કરવાનું ચલણ ચાલી રહ્યું છે. મોટાભાગના લોકોએ એક બીજાને ઇન્ડોર અથવા આઉટડોર છોડ ભેટ આપવાનું શરૂ કર્યું છે. જ્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સ્થાપિત મની પ્લાન્ટ ક્યારેય બીજાને ન આપવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરમાં સ્થાપિત મની પ્લાન્ટ શુક્ર ગ્રહનું પરિબળ છે અને તેને ઘરમાં લગાવવાથી શુક્ર ગ્રહ પ્રસન્ન થઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે સુકાયેલું મની પ્લાન્ટ દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેની અસર તમારી આર્થિક પરિસ્થિતિ પર પણ પડે છે. તેનાથી બચવા માટે મની પ્લાન્ટને નિયમિત રીતે પાણી આપતા રહો અને જ્યારે પણ તમે તેના પાનને સૂકા જુઓ તો તમારે તે સૂકા પાનને દૂર કરવા જોઈએ અથવા આ છોડને ઘરમાંથી જ હટાવી દેવો જોઈએ. સુકાયેલા મની પ્લાન્ટથી ધનહાનિ થાય છે.
મની પ્લાન્ટને ક્યારેય જમીન પર ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જમીન પર લગાવવામાં આવેલા મની પ્લાન્ટને કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે. સાથે જ ધ્યાન રાખો કે મની પ્લાંટના વેલા ભૂલથી પણ જમીનને અડતા નથી. કારણ કે મની પ્લાન્ટનો છોડ માતા લક્ષ્મી સાથે સંબંધ ધરાવતો હોવાનું માનવામાં આવે છે, તેથી તેને જમીન પર લગાવવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે આ છોડને ક્યારેય ઘરની બહાર કે ગાર્ડનમાં ન લગાવવો જોઈએ. તેને હંમેશા ઘરની અંદર વાસણ કે પાણીમાં લગાવવું જોઈએ.