પોરબંદર જિલ્લામાં દરિયામાં જોરદાર પવન ફુંકાતા એક બોટ ફસાઈને ભાંગીને બે ટુકડા થઇ ગયા હતા. જેના લીધે તેમાં સવાર પિતા પુત્રમાંથી પિતા દરિયામાં ગાયબ થઇ ગયા હતા તો પુત્રનો બચાવ થઇ ગયો હતો. અસ્માવતી ઘાટ પાસે નાની બોટ રાખી ઇન્દીરાનગર નજીકના દરિયામાં માછીમારી કરવા ગયેલા કિશોર પરસોતમભાઈ ભુતીયા તથા તેનો પુત્ર વિપુલ બંનેએ સોમવારે ઇન્દિરાનગર નજીકના દરિયામાં જાળ પાથરી હતી અને ગઈકાલે વહેલી સવારે તે જાળ કાઢવા સમયે જોરદાર પવન અને તોફાની મોજાના લીધે બોટ પલટી ગઈ અને ભારે પવનના લીધે તે ભાંગી ગઈ હતી.
આ કારણે પિતા અને પુત્ર બંને દરિયામાં ડૂબી ગયા જેમાંથી પુત્ર તો કિનારે પહોંચી ગયો પણ પિતા પહોંચી ના શકતા પાણીમાં ડૂબી ગયા હતા જેના લીધે આખા કુટુંબમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે