spot_img
HomeGujaratGujarat News: સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડબલ ઋતુમાં વાઇરલ ઈન્ફેક્શને કારણે હોસ્પિટલમાં...

Gujarat News: સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડબલ ઋતુમાં વાઇરલ ઈન્ફેક્શને કારણે હોસ્પિટલમાં દર્દી ઊભરાયા

spot_img

Gujarat News: મિશ્ર ઋતુ વચ્ચે અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી અને ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જ 15 દિવસના અરસામાં વાયરલ ઈન્ફેક્શનના 3 હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો-નાના મોટા ક્લિનિકો પણ આવા દર્દીઓથી ઊભરાયા છે.

સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1441 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે, આ અગાઉ એક સપ્તાહમાં 1607 જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. સ્વાઈન ફલૂનો એક સપ્તાહમાં વધુ એક કેસ આવ્યો છે. 15 દિવસમાં સ્વાઈન ફલૂમાં બે દર્દી નોંધાયા છે. 12 શંકાસ્પદમાંથી બેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 100 શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમાંથી એક રિપોર્ટ પોઝિટિવ છે. મેલેરિયાના 228 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચિકન ગુનિયાના 11 શંકાસ્પદ દર્દી આવ્યા છે. ઝાડા ઉલટીના 11, ટાઈફોઈડના 7 અને વાયરલ હિપેટાઈટિસના 2 દર્દી નોંધાયા છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular