શુક્રવારે વહેલી સવારે પાકિસ્તાન અને ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, બંને દેશોમાં ભૂકંપની તીવ્રતા અલગ અલગ માપવામાં આવી હતી. પાકિસ્તાનમાં જ્યાં ભૂકંપની તીવ્રતા 4.3 હતી, ત્યાં ઇન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.
પાકિસ્તાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં શુક્રવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની ઊંડાઈ 170 કિમી હોવાનું જણાવાયું હતું. NCS મુજબ, ભૂકંપ સવારે 5.11 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર અક્ષાંશ 31.22 અને રેખાંશ 70.21 પર હતું. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ
ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંત માલુકુમાં શુક્રવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ સ્થાનિક સમય મુજબ 00:13 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્ર તનિમ્બર ટાપુ જિલ્લાના 207 કિમી ઉત્તર પશ્ચિમમાં અને સમુદ્ર સપાટીથી નીચે 131 કિમીની ઊંડાઈએ હતું.