spot_img
HomeGujaratઅમદાવાદમાં ઈસ્કોનથી સાણંદ ચાર રસ્તા સુધી રૂપિયા 530 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર...

અમદાવાદમાં ઈસ્કોનથી સાણંદ ચાર રસ્તા સુધી રૂપિયા 530 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર બનશે, નીતિન ગડકરીએ જાહેરાત કરી

spot_img

અમદાવાદમાં બનશે આટલા કરોડોના ખર્ચે એલિવેટેડ કોરિડોર, નીતિન ગડકરીએ કરી જાહેરાત

અમદાવાદના વાહન ચાલકો માટે સારા સમાચાર છે. અમદાવાદના ઈસ્કોનથી સાણંદ જંક્શન સુધી રૂપિયા 530 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર બનશે. હવે સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સાણંદ ચાર રસ્તા સુધી આ એલિવેડેટ કોરિડોર તૈયાર કરાશે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે આ જાહેરાત ટ્વિટર પર કરી છે

તેમણે ટ્વિટ કરી કહ્યું છે કે અમદાવાદ જિલ્લાના એનએચ-147 ઉપર ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાઈઓવરના પ્રારંભ સુધી એલિવેટેડ કોરિડોરનું નિર્માણ કરાશે. આ કોરિડોરના નિર્માણ પાછળ રૂપિયા 530.20 કરોડનો ખર્ચ થશે, જેને મંજૂરી અપાઈ છે. આ કોરિડોરના કારણે રાજકોટ તરફથી આવતા અને ગાંધીનગર તરફ જતા-આવતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. જે તેનો સમય પણ બચાવશે. આવનાર દિવસોમાં ટ્રાફિકની સમસ્યા વધું ગંભીર બને તે પહેલા આ નિર્ણય કરાતા વાહનચાલકો માટે ફાયદાકારક બનશે.

Press Information Bureau

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને પણ માર્ગ સાથે જોડાયેલા બે મોટા પ્રોજેક્ટની ભેટ આપી છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું છે કે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં રહેલા એએચ-56 પર બોડેલી તાલુકાના જબુગામથી નસવાડી તાલુકાના ધમાસિયા ગામ સુધી વર્તમાન ટુ લેન રોડને ફોર લેન કરવા માટે રૂ. 1188.48 કરોડની ફાળવણી કરાઈ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular