spot_img
HomeTechએલોન મસ્ક ટૂંક સમયમાં એપ લોન્ચ કરશે, એક્સની હવે યુટ્યુબ સાથે થશે...

એલોન મસ્ક ટૂંક સમયમાં એપ લોન્ચ કરશે, એક્સની હવે યુટ્યુબ સાથે થશે ટક્કર

spot_img

વિશ્વના સૌથી ધનિક અમીરોની યાદીમાં સામેલ એલોન મસ્ક હવે યુટ્યુબને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યા છે. અમે આમ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, એલોન મસ્ક ટૂંક સમયમાં એક એપ લોન્ચ કરી રહ્યા છે જેના દ્વારા તમે સ્માર્ટ ટીવી પર લાંબા વીડિયો જોઈ શકશો. આ માહિતી એક્સના માલિક ઈલોન મસ્કે આપી છે. આ માટે ઈલોન મસ્કે એક્સ ટીવી એપ માટે બે મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. જેથી એવું કહી શકાય કે એક્સ હવે યુટ્યુબ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે.

Elon Musk will soon launch the app, X will now compete with YouTube

રિપોર્ટ અનુસાર એક્સની ટીવી એપ યુટ્યુબ ટીવી એપ જેવી જ લાગે છે. ઈલોન મસ્કની ટીવી એપ દ્વારા એક્સના વીડિયો એક્સની ટીવી એપ પર મોકલવાની યોજના છે. જે રેવન્યુ મોડલનો એક ભાગ પણ કહી શકાય છે. કારણ કે એક્સ ટીવી એપના માધ્યમથી મસ્ક માટે આવકના નવા રસ્તા પણ ખુલશે.

Elon Musk will soon launch the app, X will now compete with YouTube

યુટ્યુબ સાથે સ્પર્ધા કરવી સરળ નથી

ઈલોન મસ્કે ભલે યુટ્યુબ સાથે સ્પર્ધા કરવા એક્સ ટીવી એપ લોન્ચ કરી હોય, પરંતુ આ સ્પર્ધા એટલી સરળ નથી. વિશ્વના તમામ સ્માર્ટ ટીવીમાં ડિફોલ્ટ રૂપે યુટ્યુબ એપ્લિકેશન જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે અન્ય ઘણી એપ બજારમાં પ્રવેશ્યા પછી પણ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ પર ગૂગલનું પ્રભુત્વ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular