એર ઈન્ડિયાની એક ફ્લાઈટનું કેરળના કોચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ વિમાન કોચીથી શારજાહ જઈ રહ્યું હતું. એક યાત્રીએ પ્લેનમાં શંકાસ્પદ ગંધની જાણ કર્યા બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના 2 ઓગસ્ટની રાતની કહેવાય છે.
સૂત્રોએ સમાચાર એજન્સીને આ અંગે માહિતી આપી છે. સૂત્રોનું માનીએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનનું કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વાસ્તવમાં, પ્લેન ઉડાન ભરતાની સાથે જ એક મુસાફરે સળગતી ગંધની જાણકારી આપી હતી.
પ્લેન ટેક ઓફ થતાની સાથે જ તેમાં સળગતી દુર્ગંધ આવવાની ફરિયાદ
એરલાઈન્સના એક સૂત્રએ જણાવ્યું કે કોચી એરપોર્ટ પરથી ફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારે એક પેસેન્જરે અંદરથી સળગી જવાની ગંધ આવી હોવાની જાણ કરી હતી. સત્તાવાળાઓએ સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને કોચી એરપોર્ટ પર લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એરપોર્ટ પર ઉતર્યા બાદ વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, આ સમય દરમિયાન વિમાનમાં બધુ બરાબર હતું.
વિમાનમાં 175 મુસાફરો સવાર હતા
એરલાઇનના અધિકારીઓએ મુસાફરો માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરી હતી. થોડી વાર પછી પ્લેન શારજાહ માટે રવાના થયું. વિમાનમાં લગભગ 175 મુસાફરો સવાર હતા.