આંખોની રોશની ઓછી થવી એ આજની દુનિયામાં સામાન્ય બાબત બની ગઈ છે. આજકાલ વધુ ટીવી જોવાથી કે સોશિયલ મીડિયા પર કલાકો ગાળવાથી આંખો પર ખરાબ અસર પડે છે, આવી સ્થિતિમાં સમયાંતરે આંખનું ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે, તો ચાલો આજે તમને જણાવીએ આ સમસ્યાને દૂર કરવાના ઉપાય. પાંદડાવાળા શાકભાજી ખાવાથી આંખોની રોશની મજબૂત થાય છે. પરંતુ જો કોબીના પાનનું યોગ્ય રીતે સેવન ન કરવામાં આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે. બીજી તરફ આમળાના સેવનથી આંખો પણ મજબૂત બને છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફોસ્ફેટ્સ સારી માત્રામાં હોય છે.
હવે અમે તમને જણાવીએ કે, કોબીમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ કોબીજનો રસ ફાયદાકારક છે. આ શરદી તાવ અને ચેપને અટકાવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે કોબીનું સેવન કરવાથી એલર્જીની ફરિયાદ પણ દૂર થઈ જાય છે.
આ સાથે વધુને વધુ પાણી પીવાથી આંખોને સુરક્ષા મળશે.જ્યુસ વગેરેનું સેવન કરવાથી પણ આંખો પર સારી અસર થાય છે.
આ ઉપરાંત ઊંઘની પણ આંખો પર ઊંડી અસર પડે છે.
કોબીજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ ફાયદાકારક છે.