Fashion Tips : લગ્નનો દિવસ દરેક લોકો માટે ખાસ બનીને રહે છે. દરેક છોકરીની ઇચ્છા હોય છે કે તેઓ લગ્નના દિવસે મસ્ત સજી-ધજીને તૈયાર થાય અને લોકો જોતા રહી જાય. આ દિવસ દરેક છોકરી માટે ખાસ બની રહે છે. આ દિવસને ખાસ બનાવવા માટે છોકરીઓ મસ્ત તૈયાર થવા માટે મહિનાઓ પહેલાં પ્લાનિંગ કરતી હોય છે.
ક્રીમ કલર:
તમે ક્રીમ કલર પણ લગ્નના દિવસે ટ્રાય કરી શકો છો. ક્રીમ કલરની ચણિયા ચોળી સાથે તમે ગ્રીન તેમજ રેડ કલરની જ્વેલરી પહેરો છો તો તમારો વટ પડી જાય છે. આ લહેંગા તમને ગોર્જિયસ લુક આપે છે. આ લહેંગામાં તમારો લુક બહુ મસ્ત લાગે છે. આ સાથે જ તમારી ફોટોગ્રાફી પણ મસ્ત આવે છે.
મલ્ટીકલર:
તમે લગ્નની સિઝનમાં રેડ, પિંક સિવાય મલ્ટીકલરના લહેંગા લગ્નમાં ટ્રાય કરી શકો છો. આ અલગ રંગનો લહેંગો તમને મસ્ત લુક આપે છે. આ લહેંગામાં તમારો વટ પડી જાય છે.
બ્લશ પિંક:
તમે બ્લશ પિંક કલરની ચણિયા ચોળી ટ્રાય કરી શકો છો. જો તમે ચણિયા ચોળી પહેરવા ઇચ્છતા નથી તો તમે આ કલરની સાડી પણ પહેરી શકો છો. આ સાડી તમને મસ્ત લુક આપે છે. બ્લશ પિંક સાથે તમે આ કલરની જ્વેલરી પહેરો છો તો તમારો વટ પડી જાય છે.
પિસ્તા કલર:
વેડિંગ ડે પર સામાન્ય રીતે મોટાભાગની છોકરીઓ મરુણ, રેડ તેમજ ઓફ વ્હાઇટ કલરના પાનેતર અને ચણીયા ચોળી પહેરતા હોય છે, પરંતુ તમે તમારા લગ્નમા કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો આ કલર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
રોઝ કલર:
તમે રોઝ કલરની ચણિયા ચોળી બ્રાઇડલ લુકમાં ટ્રાય કરી શકો છો. સિમ્પલ અને યુનિક લહેંગામાં તમારો વટ પડી જાય છે.
રોઝ આઇવરી કલર:
તમે લગ્નમાં કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો આ કલર તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ કલરની ચણિયા ચોળી તમને મસ્ત લુક આપે છે. આ સાથે જ રોઝ આઇવરી કલરમાં તમારી ફોટોગ્રાફી મસ્ત આવે છે. આ કલર તમને ડિસન્ટ લુક આપે છે. આ કલરની ચણિયા ચોળી સાથે ડાર્ક કલરની જ્વેલરી પહેરો છો તો તમારો વટ પડી જાય છે.