spot_img
HomeGujaratAhmedabadઅમદાવાદના નરોડામાં પ્લાસ્ટિક મટીરીયલની ફેક્ટરીમાં ભીષણ આગ, આગ લેવાઈ કાબુમાં કોઈ જાનહાનિ...

અમદાવાદના નરોડામાં પ્લાસ્ટિક મટીરીયલની ફેક્ટરીમાં ભીષણ આગ, આગ લેવાઈ કાબુમાં કોઈ જાનહાનિ નહિ

spot_img

અમદાવાદના નરોડા જીઆઇડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક મટીરીયલના રીસાયકલિંગ ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ચારેય તરફથી પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. ફેક્ટરીની બાજુમાં ટાયરનું ગોડાઉન, મોબાઈલ ટાવર અને કારનો શોરૂમ આવેલો હતો. જેથી ત્યાં આગ ન ફેલાય તે રીતે ઝડપથી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ નરોડા જીઆઇડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક મટીરીયલનું રીસાઇકલિંગ કરતા યુનિટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેથી ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે આગ ભીષણ બની ગઈ હતી. પ્લાસ્ટિક મટીરીયલનું ગોડાઉન હોવાને લઈ અને તાત્કાલિક ફાયરબ્રિગેડ ચારે તરફથી પાણીનો મારો ચલાવવાનો શરૂ કર્યો હતો.

Fire in a plastic material factory in Naroda, Ahmedabad, no casualties in the fire.

ફેક્ટરીની બાજુમાં ટાયરનું ગોડાઉન આવેલું હતું અને તેની બાજુમાં મોબાઈલ ટાવર હતો. કારનો શોરૂમ પણ આવેલો હતો, જેથી બાજુમાં આગ ન ફેલાય તેને ધ્યાનમાં રાખી અને ઝડપથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.

મોડી સાંજે અમદાવાદ શહેરમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી હતી. વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જેના કારણે અમદાવાદ ફાયરબ્રિગેડની તમામ ઓનલાઈન છેલ્લા 10 કલાકથી બંધ હાલતમાં છે. 101 ફાયરબ્રિગેડનો નંબર અને અન્ય નંબર બંધ છે. જેના કારણે હાલમાં ફાયરબ્રિગેડમાં ફોન થઈ શકતા નથી. બે વખત ફાયરબ્રિગેડના ફોન કોલ ચાલુ કરવા માટે થઈ અને BSNLની જાણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી તાત્કાલિક ધોરણે આ લાઈન રીપેર થઈ શકી નથી. સોમવારે મોડી રાતથી લાઈન બંધ છે અને આજે સવારે પણ હજી સુધી લાઈન ચાલુ થઈ નથી. બપોરે 12 વાગ્યા સુધી પણ આ ફોન કોલ્સ માટે લાઈન ચાલુ ન થાય તેવું લાગી રહ્યું છે. ફોનલાઈન બંધ છતાં ફાયર બ્રિગેડ દ્વારા આ મામલે કોઈ ઇમર્જન્સી નંબર જાહેર કરવામાં આવ્યા નથી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular