Gujarat News: અંજારની જમીન ગેરકાયદે ફાળવણી કરી સરકારને આાથક નૂકશાન પહોંચાડવાના કેસમાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને તત્કાલિન નિવાસી નાયબ કલેકટર વિરૃાધ ગુનો નોંધાયા બાદ આર.ડી.સી. અજીતસિંહ ઝાલાની ધરપકડ બાદ મંગળવારે મોડી સાંજે એલસીબીએ પ્રદિપ શર્માની ધરપકડ કરીને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
અંજારના મામલતદાર રાહુલકુમાર રાણાભાઇ ખાંભરાએ ભુજ એ ડિવિઝન પોલીસ માથકે ગેરકાયદે જમીન ફાળવણી અંગે પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા અને તત્કાલિન નિવાસી નાયબ કલેકટર અજીતસિંહ મહેપતસિંહ ઝાલા વિરૃાધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી અિધકારીઓએ પોતાની સતાનો દુરઉપયોગ કરીને અંજારમાં રહેતા રસીલાબેન કાંતિલાલ જેઠવાએ તેમના માલિકીના મકાનની બાજુમાં સરકારી ખરાબાની ૧૪ ગુંઠા જમીન લાગુ તરીકે મંજુર કરવા અરજી કરી હતી. જેમાં સરકારી ભાગ અને નિયમોને નેવે મુકીને આરોપી અિધકારીઓએ ગેરકાયદે જમીનની ફાળવણી કરવાનો હુકમ કરીને સરકારને રૃપિયા ૩.૫૪ કરોડનું આાથક નૂકશાન પહોંચાડીને ગુનો કર્યો હતો. ગુનો દાખલ થતાંની સાથે એલસીબીએ તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલાની ધરપકડ કરીને કોર્ટમાં ગુરૃવાર સુાધીના રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં મોડી સાંજે અગાઉ ગાંધીધામના ચુડવા અને ભુજની જમીનના મામલે પાલરા જેલમાં સજા ભોગવી રહેલા પૂર્વ કલેકટર પ્રદિપ શર્માનો એલસીબીએ પાલારા જેલમાંથી કબજો લઇ ધરપકડ કરી હતી. બુાધવારે સાંજે પ્રદિપ શર્માના દસ દિવસના રિમાન્ડ મેળવવાની માગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં અદાલતે પ્રદિપ શર્માના શુક્રવાર સુાધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આર. આર. પ્રજાપતિ હાજર રહ્યા હતા